The driver was injured when his car fell into a ditch in Dwarka area of Delhi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિલ્હીમાં સડક પર ચાલતી કાર અચાનક જમીનમાં સમાય ગઈ, જૂઓ તસવીરો

દિલ્હીમાં સડક પર ચાલતી કાર અચાનક જમીનમાં સમાય ગઈ, જૂઓ તસવીરો

 | 9:30 pm IST
  • Share

વરસાદને કારણે ગરમીથી દિલ્હીવાસીઓને ચોક્કસ રાહત મળી છે, પરંતુ વરસાદની આડઅસર પણ થવા લાગી છે. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર દોડતી એક કાર જમીનમાં ધસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર યુવકે ભારે મુશ્કેલીથી પોતાનો જીવ બચાવ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે આ આઈ-10 કાર દિલ્હી પોલીસના જવાનની છે. જે એક મિત્રને મળીને દ્વારકા સેક્ટર-18ના અતુલ્યા ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે, મુખ્ય માર્ગ પરનો રસ્તો તૂટી પડ્યો અને ચાલતી ગાડી જમીનમાં સમાય ગઈ. દિલ્હી પોલીસનો જવાન અશ્વની પટેલ નગર વર્તુળમાં ટ્રાફિકમાં તૈનાત છે.

કાર ચાલક દિલ્હી પોલીસના જવાને કહ્યું કે તે આરામથી મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો અને તેને ખબર જ નથી કે અચાનક ચાલતી કાર જમીનની અંદર સમાય ગઈ. તેને બચવાનો કોઈ મોકો મળ્યો ન હતો અને કારમાંથી મહા મુસીબચે બહાર નીકળી શક્યો.

આ ઘટના પછી સ્થળ પર એક ટોળું એકઠુ થઈ ગયું હતું અને કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી હતી અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક પોલીસે કારને ક્રેનની મદદથી બહાર કાઢી હતી. આ અકસ્માત સમયે યુવક કારમાં એકલો જ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન