The duck showed shrewdness, before him the tiger conceded defeat.
  • Home
  • Videos
  • Featured Videos
  • ભૂખ્યા વાઘને પાણીમાં નાનકડી બતકે બનાવ્યો બરાબરનો મામુ, વીડિયો થયો વાયરલ

ભૂખ્યા વાઘને પાણીમાં નાનકડી બતકે બનાવ્યો બરાબરનો મામુ, વીડિયો થયો વાયરલ

 | 7:40 pm IST

વાઘનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. બતકનો શિકાર કરવા માટે ભૂખ્યો વાઘ નદીમાં ઉતરી ગયો. પરંતુ ચાલાક બતકે વાઘને મામુ બનાવી દીધો. આ વીડિયો બે વર્ષ જૂનો છે વર્ષ 2018માં આ વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. આ વીડિયોને ફરીથી શેર કરવામાં આવી રહ્યો છે. Buitengebieden નામના ટ્વીટર એકાઉન્ટથી આ વીડિયોને ફની મ્યૂઝિક સાથે શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં સાફ જોઇ શકાય છે કે, એક વાઘ અને બતક નદીમાં છે. વાઘ બતકનો શિકાર કરવા માટે જ્યારે નદીમાં ઉતરે છે તો બતક તેને મામુ બનાવે છે. વીડિયોમાં દેખાય છે કે જ્યારે વાઘ બતકની નજીક જાય છે તો બતક પાણીમાં ગરકાવ થઇ જાય છે અને વાધ તેને શોધતો રહે છે પરંતુ બતક બીજી જ જગ્યાએથી બહાર નીકળે છે. અને બતકની ચતુરાઇ સામે વાઘ હાર માની જાય છે.

Global Tiger Day 2020ના અવસરે આ વીડિયોને ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને 29 જુલાઇની સવારે શેર કરવામાં આવ્યો હતો, જેના અત્યાર સુધીમાં 28 હજારથી વધુ વ્યૂ આવી ચૂક્યા છે. સાથે જ હજારથી વધુ લાઇક્સ અને 300થી વધુવાર તેને રિ-ટ્વીટ કરવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન