The duty of the wife - Lakshmi of the house can either sink you
  • Home
  • Featured
  • પત્નીનું કર્તવ્ય – ઘરની લક્ષ્મી ક્યાં તો તારે કયાં તો ડુબાડે

પત્નીનું કર્તવ્ય – ઘરની લક્ષ્મી ક્યાં તો તારે કયાં તો ડુબાડે

 | 10:00 am IST

તંત્રી સ્થાનેથી ।

ઘરની લક્ષ્મી ક્યાં તો તારે કયાં તો ડુબાડે એ યુક્તિ એકદમ સાચી છે.

પત્ની તરીકે સ્ત્રી તેમના પતિદેવ પર વિશાળ ફ્લક પર અને વિપુલ માત્રામાં અસર પાડી શકે છે. લગ્ન પછી પત્નીના પ્રેમભર્યા આગ્રહ અને સમજાવટની હકારાત્મક અસર નીચે, પોતાની ખરાબ આદતો ત્યજી દેનાર પતિઓના કિસ્સા અનેક છે. નાનાથી માંડી મોટા અને નવાથી માંડીને જૂના વ્યસનો પત્નીના પ્રભાવથી છોડી દેનાર પતિઓ પણ ઘણા છે. લગ્ન પછી મોટાભાગે પુરુષો નૈતિક રીતે વધારે સારા બન્યાનું પણ જોવા મળ્યું છે. તેઓ ઘર અને કુટુંબ પ્રત્યે વધુ જવાબદાર અને લગાવ કેવળતા જોવા મળ્યા છે. આની ક્રેડિટ પત્નીને જાય છે. જેણે તેના પતિને પ્રેમપૂર્વક, સમજણપૂર્વક પોતાનો બનાવી તેને સારા માટે બદલવાનો પ્રયત્ન કર્યો હોય.

આનાથી વિરુદ્ધ, પત્નીનો ઊલટો પ્રભાવ પણ પતિના વર્તમાન અને ભવિષ્ય પર પડી શકે છે અને પડતો જોવા મળ્યો છે અને તેને પરિણામે પતિ, પત્ની તેમજ આખા કુટુંબે નાલેશી ઉપરાંત મોટી આફ્તો અને બરબાદીનો સામનો કરવો પડયો છે.

આના મૂળમા છે કહેવાતી આધુનિક વૈભવી જિંદગી જીવવાની જોખમભરી ઇચ્છા. આ વૃત્તિ ક્યાં તો ગજા ઉપરવટનું ખર્ચ, દેવાના ખાડામાં ઉતારે. યા તો વટ પડે તેવું જીવન જીવવાની આડકતરી ઉશ્કેરણી પતિને નોકરી ધંધામાં ભ્રષ્ટ રીતરસમો ભણી ધકેલી દે. પરિણામે કુટુંબનું ભવિષ્ય તો બગડે, એટલું જ નહીં પતિ ટેન્શન તથા સ્ટ્રેસ અનુભવતા નોર્મલ જિંદગી જીવી નથી શકતો. તેનો ગુસ્સાનો આડકતરી રીતે ભોગ કુટુંબને બનવું પડતું હોય છે. પતિ દારૂડિયો, જુગારી, સટોડિયો પણ બની જઇ શકે છે.

પતિનો અખૂટ પ્રેમ તેમજ હર્ષોઉલ્લાસવાળું કુટુંબ તમે ઇચ્છો છો કે દુઃખી, ગુસ્સાવાળો, ટેન્શનવાળો વ્યસનયુક્ત પતિ ઇચ્છો છો? તેમજ ડિસ્ટર્બ કુટુંબ? તેનો આધાર તમારા હાથમાં જ છે.

પત્ની તરીકે સ્ત્રી પતિ પર હકારાત્મક અસર પાડે તે જ હિતકારક છે….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન