The easiest way to brighten the furniture, Learn how
  • Home
  • Featured
  • ફર્નિચરને ચમકાવવા માટેની સરળ પદ્ધતિ, જાણો કેવી રીતે

ફર્નિચરને ચમકાવવા માટેની સરળ પદ્ધતિ, જાણો કેવી રીતે

 | 11:27 am IST

હોમ ટિપ્સ :- તૃષા દવે

ફર્નિચરની સફાઈ કરવાની વાત આવે તો ઘણી મહિલાઓ ભીના કપડાંથી ફર્નિચર પર લાગેલી ધૂળ સાફ કરે છે. ઉપરાંત ફર્નિચરના સફાઈ કરવા માટે સાબુના પાણીથી ભીના કપડાંથી ઘસી ઘસીને ફર્નિચર સાફ કરે છે, જેનાથી ફર્નિચર પર ડાઘ પડી જાય છે. તથા આ રીતે સફાઈ કરવાથી ફર્નિચર પરની પોલિશ નીકળી જાય છે. તેથી ફર્નિચરની સફાઈ કરવા માટેની સરળ પદ્ધતિ વિશે જાણકારી મેળવીએ.

  • ફર્નિચરને સાફ રાખવાની સાથે તેની ચમક જાળવી રાખવા માટે વર્ષમાં એક કે બે વખત બીજવેક્સ પોલિશ ફર્નિચર પર કરાવવું જોઇએ. તેનાથી ફર્નિચરનું આયુષ્ય વધે છે અને ફર્નિચર હંમેશાં નવું લાગે છે.
  • બીજવેક્સ પોલિશ ઓઇલ બેસ્ડ પોલિશ ફર્નિચર પર ન કરાવો કારણ કે આ ધૂળ-માટીને પોતાની તરફ આકર્ષે છે.
  • ફર્નિચરને સાફ કરવા માટે ફેદર ડસ્ટરનો ઉપયોગ ન કરો, તેનાથી ફર્નિચર પર સ્ક્રેચ પડે છે.
  • ફર્નિચર પરના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે હાર્ડ રિમૂવરનો ઉપયોગ ન કરો, તેનાથી પોલિશ ખરાબ થઈ શકે છે. ફર્નિચરની સફાઇ માટે હંમેશાં સોફ્ટ બ્રશ કે ડસ્ટરનો ઉપયોગ કરો.
  • ફર્નિચર પર લાગેલા પાણીના ડાઘ દૂર કરવા માટે કપડાંને સફેદ વિનેગરવાળું કરીને તેનાથી લુછી લો.
  • અઠવાડિયામાં એક વખત જંતુનાશક સ્પ્રે ફર્નિચર પર છાંટો.
  • જો તમારે ત્યાં કાચનું ફર્નિચર હોય તો કાચ સાફ કરવા માટે પહેલા પાણીથી છંટકાવ કરો, ત્યાં બાદ સફેદ પેપર વડે સાફ કરો. કાચ ચમકવા લાગશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન