The Eder court rejected the remand of both Jain Maharajs and released them on bail
  • Home
  • Featured
  • ઈડરના બંને જૈન મહારાજના ચકચારી કેસમાં મોટો વળાંક, જાણો કઈ શરતો સાથે કોર્ટે બંને જૈન સાધુને મુક્ત કર્યા?

ઈડરના બંને જૈન મહારાજના ચકચારી કેસમાં મોટો વળાંક, જાણો કઈ શરતો સાથે કોર્ટે બંને જૈન સાધુને મુક્ત કર્યા?

 | 7:40 am IST

ઈડરના ચકચારી પ્રકરણમાં કોર્ટે બંને જૈન મહારાજના રિમાન્ડ નામંજૂર કરીને જામીન પર મુક્ત કર્યા છે. હાલ બંને જૈન મહારાજોને રાહત મળી છે. આજે પોલીસે બંને લંપટ જૈન મહારાજને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી.

ઈડર-અંબાજી હાઈવે પર આવેલા રાણીતળાવ જલમંદિર અને પાવાપુરી સંમેત શિખર તીર્થધામ સંસ્થાના પ્રમુખ કલ્યાણસાગર અને રાજતિલકસાગર ઉર્ફે રાજા મહારાજ સામે તેમના મંદિરમાં ધર્મ વિધિ અને પૂજા અનુષ્ઠાનનું કામકાજ કરતાં અને હાલમાં સુરત રહેતા અનુયાયીની પત્નિનું ગત ર૭ ડિસેમ્બર ર૦૧૯ના રોજ શારીરીક શોષણ થયુ હોવાની ઈડરના તબીબ ડો.આશિત દોશીએ ગત રર જૂનની રાત્રે ફરીયાદ નોંધાઈ હતી. તા.ર૭ને શનિવારે ઈડરની ૭પ વર્ષીય વૃધ્ધાએ ૧૦ વર્ષ અગાઉ તેની સાથે ઉપરોક્ત જૈન મહારાજે છેડતીનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ આપતા ઈડર પોલીસે તાત્કાલિક બંને મહારાજને છેડતીના આરોપસર ધરપકડ કરીને કોવિદ-૧૯નો ટેસ્ટ કરાવ્યા બાદ આજરોજ બપોરે ઈડર કોર્ટમાં રજૂ કરી બંને જૈન મહારાજો સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાની કોર્ટ સમક્ષ રજૂઆત કરીને વધુ તપાસ કરવા માટે ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

કઈ કઈ શરતો સાથે કોર્ટે બંને જૈન સાધુને મુક્ત કર્યા ?

  1. ૧પ હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યા
  2. કોઈ પણ સાહેદો કે ફરીયાદીને ધાકધમકી આપવી નહી
  3. બંને જૈન મહારાજ પાસે પાસપોર્ટ હોય તો તે જમા કરાવી દેવા પડશે
  4. મહારાજોએ પોતાના રહેણાંકના પુરાવા કોર્ટમાં રજૂ કરવા પડશે
  5. આ પ્રકરણની તપાસ કરતી ઈડર પોલીસને પુરેપુરો સાથ અને સહકાર આપવાનો રહેશે
  6. ફરિયાદ પક્ષના કોઈ પણ પુરાવા કે સાહેદ સાથે કોઈપણ રીતે લોભ લાલચ પ્રલોભન આપવુ નહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન