The elephant jumped and fell from such a tree jack fruit video viral
  • Home
  • Featured
  • ‘પેટ કરાવે વેઠ’, ભૂખ્યો હાથી બની ગયો જિરાફ, ખાવા માટે હવામાં ઉછળીને કર્યું એવું કે…

‘પેટ કરાવે વેઠ’, ભૂખ્યો હાથી બની ગયો જિરાફ, ખાવા માટે હવામાં ઉછળીને કર્યું એવું કે…

 | 10:17 am IST

સોશિયલ મીડિયા પર હાથીના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. હાથી જ્યારે મસ્તીના મૂડમાં હોય છે તો એવી મસ્તી કરે છે જે તમે ક્યારેય જોઇ નહીં હોય. આ વખતે ફરી એક હાથીનો મજેદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને ટ્વિટર પર ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર પ્રવીણ કાસવાને શેર કર્યો છે. આ વીડિયોમાં હાથી ઝાડ પરથી જૈક ફ્રૂટ તોડીને ખાઇ રહ્યો છે. આ વીડિયોને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં જોઇએ શકો છો હાથી હવામાં ઉછળીને ઝાડ પર લટકેલા જેકફ્રૂટને તેની સૂંઠથી તોડે છે. જે બાદ તે મજાથી તેને ખાવા લાગે છે. આ વીડિયોને શેર કરતા લખ્યું છે કે આ હાથીનો જોરદાર ટેલેન્ટ. જેકફ્રૂટ માટે ઝાડ પર ચઢી ગયો. જુઓ તેને કેટલી સારી રીતે ખાઇ રહ્યો છે. હાથીને દૂરથી જેકફ્રૂટની સુગંધ આવવા લાગે છે જેથી તે ઘણી વખત માનવ વસ્તી તરફ જતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન