The end of Amol Seth began when the Hyderabad crore project failed
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • હૈદરાબાદનો કરોડોનો પ્રોજેક્ટ ફેલ જતાં અમોલ શેઠના અંતનો આરંભ થયો

હૈદરાબાદનો કરોડોનો પ્રોજેક્ટ ફેલ જતાં અમોલ શેઠના અંતનો આરંભ થયો

 | 9:37 am IST
  • Share

  • ગુજરાતના એક રાષ્ટ્રીય ગજાના નેતા સાથે વ્યાજે નાણાં લઈ જમીનો ખરીદેલી
  • અનિલ સ્ટાર્ચ કૌભાંડના વધુ એક આરોપી સમપ્રતિ શેઠને બે દિવસના રિમાન્ડ
  • અનિલ સ્ટાર્ચના મુખ્ય પ્રમોટર્સ અમોલ શેઠે રોકાણકારોના નાણાંમાંથી સાઉથમાં એક રાજકારણી સાથે ભાગીદારીમાં મોટી જગ્યા ખરીદી હતી. 

 

અનિલ સ્ટાર્ચના પ્રમોટર્સે ભેગા મળી છ પેટા કંપનીઓ સ્થાપી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં રૂ. 1,500 કરોડના કૌભાંડમાં પકડાયેલા ડાયરેકટર સમપ્રતિ મહેન્દ્ર શેઠના ગ્રામ્ય કોર્ટ સમક્ષ 7 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જેમાં સુનાવણીના અંતે કોર્ટે તેમને બે દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો હતો.બીજી તરફ મુખ્ય સૂત્રધાર અમોલ શેઠ અને શીવપ્રસાદ કાબરાના રિમાન્ડ પુરા થતા જેલમાં મોકલી આપ્યા છે. આ પછી ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાંથી બન્ને આરોપીના ટ્રાન્સફર વોરન્ટ મેળવી લીધા છે અને આવતીકાલે 15મીના રોજ બીજા ગુનામાં ધરપકડ કરવામાં આવશે.

આખા કેસમાં મહત્ત્વની બાબત એ છે કે, 16 લાખના કૌભાંડની હ્લૈંઇ અન્વયે અમોલ શેઠ અને શીવપ્રસાદ કાબરાના રિમાન્ડ દરમ્યાન બહાર આવ્યુ છે કે, અત્યાર સુધી 800થી વધુ રોકાણકારોના 100 કરોડથી વધુનુ ફૂલેકું ફેરવી દીધુ છે. અનિલ સ્ટાર્ચના મુખ્ય પ્રમોટર્સ અમોલ શેઠે રોકાણકારોના નાણાંમાંથી સાઉથમાં એક રાજકારણી સાથે ભાગીદારીમાં મોટી જગ્યા ખરીદી હતી. જે જમીનમાં વિવાદો થતા આખો પ્રોજેકટ પડતો મુકવો પડયો હતો.

બીજી તરફ રોકાણકારો પાસેથી ઉચા વ્યાજે લીધેલા નાણાં પરત ચુકવી નહીં શકતા હૈદરાબાદમાં ફરિયાદો થઈ હતી. આ પછી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અનિલ સ્ટાર્ચના પાંચ મુખ્ય અધિકારીઓની પોલીસે ચીટીંગના ગુનામાં ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા.જેની જાણ રોકાણકારોને થતા લોકો ઉધરાણી ચાલુ કરી દીધી હતી.જેના લીધે રોકાણકારોને નાણાં ચુકવી શકયા નહોતા અને એક પછી એક ફરિયાદો થવા લાગી હતી.

આરોપી સમપ્રતિ મહેન્દ્રકુમાર શેઠના સાત દિવસના રિમાન્ડની માગના સમર્થનમાં મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી સાથે રોકાણકારોના નાણાં કયા ગયા અંગેની તપાસ કરવાની છે. આરોપીદ્વારા 800 થી વધુ રોકાણકારો પાસેથી 100 કરોડથી વધુ રૂપિયા ઉઘરાવી લીધા હોવાનું તપાસમાં ખુલ્યુ છે.

આરોપી સામે અમદાવાદ શહેર સહિત આઠ જેટલા પોલીસ મથકોમાં ચિટીંગની ફરિયાદો નોંધાઈ છે. રોકાણકારોને બિલ ઓફ એક્ષ્ચેન્જની રીસીપ તથા મકાઈ ખરીદીના રીટેઈલ ઈન્વોઈસ આપતા હતા તે મકાઈ ખરીદ કરવામાં આવતી હતી કે ફકતને ફકત બિલો બનાવવામાં આવતા હતા.

ખરેખર મકાઈ ખરીદી કરવામાં આવતી નહોતી અને માત્ર બિલો બનાવીને રોકાણકારોના નાણાં લઈને તેમને પોસ્ટ ડેટેઈડ ચેક આપવામાં આવતા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો