The entire Gandhinagar police camp was shifted out of fear of educated unemployed
  • Home
  • Gandhinagar
  • શિક્ષિત બેરોજગારોના ખોફથી આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં તબદીલ

શિક્ષિત બેરોજગારોના ખોફથી આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં તબદીલ

 | 6:47 pm IST

સરકારી ભરતીઓને લઈને ફરી એકવાર ગાંધીનગરમાં આંદોલનના મંડાણ દેખાતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. ગાંધીનગરમાં આજ વહેલી સવારથી જ ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

એલઆરડી, ટેટ, ટાટ, બિન સચિવાલય સહિત ભરતી પ્રક્રિયા મામલે યુવાનો સોશિયલ મીડિયામાં આંદોલન માટે મુકેલી પોસ્ટોને આધારે ગાંધીનગરમાં બંદોબસ્ત ગોઠવાયો હતો. ગાંધીનગર ઉપવાસ છાવણી પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું હતું. તો બીજી તરફ એલઆરડી સહિતના ભરતી પ્રક્રિયામાં જોડાયેલા યુવાનો અને શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ દ્વારા ગાંધીનગરમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવે તેવી દહેશતના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

એલ.આર.ડી.ની પરીક્ષામાં સરકારે મહિલાઓની સંખ્યા વધારતા પુરુષો આંદોલનના માર્ગે ચાલી રહ્યા છે. બંધારણ મુજબ ભરતીમાં મહિલા અને પુરુષોનો રેસિયો ન જળવાતો હોવાના મુદ્દા સાથે આંદોલન ચાલી રહ્યું છે. તો બીજી બાજુ ટેટ, ટાટ પાસ ઉમેદવારોને શિક્ષણ વિભાગમાં અટકેલી ભરતીઓને લઇ ઉમેદવારો આક્રામક મૂડમાં દેખાય છે. પરીક્ષા પાસ કરવાના પાંચ વર્ષ બાદ સર્ટીફિકેટની મર્યાદા પણ પૂર્ણ થઈ રહી છે જેથી ઝડપથી ભરતી કરવા ઉમેદવારોની માંગણી છે.

1-8-2018નો ઠરાવ રદ્દ કર્યા બાદ મુખ્યમંત્રી તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે, 8000 નિમણૂક પત્રો તાત્કાલિક અસરથી આપવામાં આવશે. જ્યારે 20,000 જેટલી ભરતીઓ પાંચ મહિનામાં કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. અહિં તમને જણાવી દઇએ કે, એલ.આર.ડી પુરુષ ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા નાંખ્યા હતા પરંતુ તેઓ કોઇ કાર્યક્રમ કરે તે પહેલા જ 150 જેટલા ઉમેદવારોને અટકાયત કરી લેવામાં આવી હતી.

આ વીડિયો પણ જુઓ : ભાવનગરના મહુવાના PI સસ્પેન્ડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન