the-erosion-of-wealth-of-3-lakh-croresthe-erosion-of-wealth-of-3-lakh-cror
  • Home
  • Uncategorised
  • વેચવાલીથી રોકાણકારોની રૂ.3 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ

વેચવાલીથી રોકાણકારોની રૂ.3 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ

 | 2:52 am IST

વિશ્વભરનાં શેરબજારોમાં વ્યાપક વેચવાલીને પરિણામે તેની ગંભીર અસર સ્થાનિક શેરબજાર ઉપર પણ વર્તાઈ હતી અને સેન્સેક્સ એક તબક્કે 1,037 પોઇન્ટના કડાકા સાથે 33,723.53 અને નિફ્ટી 321 પોઇન્ટ ઘટી 10,138.60 ઉપર પહોંચ્યા હતા. શેરબજાર કડડભૂસ થવાને પરિણામે રોકાણકારોની રૂ. 3 લાખ કરોડની સંપત્તિનું એક જ દિવસમાં ધોવાણ થયું હતું.

દિવસના કામકાજના અંતે સેન્સેક્સ 759.74 ઘટી 34,001.15 અને નિફ્ટી 225.45 પોઇન્ટ ઘટી 10,234.65 ઉપર બંધ થયા હતા. પીએસયુ બેન્કના શેર્સ શેરબજારને નીચે લઈ જવામાં કારણરૂપ રહ્યા હતા. બેન્ક સાથોસાથ મેટલ્સ, ઓટોમેાબાઇલ, ફાર્મા અને આઇટી શેર્સમાં નરમાઈ જોવાઈ હતી. ઇન્ફોસિસ, એસબીઆઈ, મારુતિ, એચયુએલ, ભારતી એરટેલ, એચડીએફસી, ટીસીએસ, રિલાયન્સ, કોટક બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક અને આઇટીસીમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. માત્ર ઓએનજીસીના શેર્સમાં 2.70 ટકાનો વધારો જોવાયો હતો.

ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, આઇશર મોટર્સ, યસ બેન્ક, વેદાંત, તાતા સ્ટીલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 8 ટકા ઘટાડો થયો હતો. ટીસીએસનો શેર 3.11 ટકા ઘટાડા સાથે રૂ. 1,979.95 થયો હતો. એન્જેલ બ્રોકિંગે રૂ. 1,050ના ભાવલક્ષ્ય સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર ખરીદવા ભલામણ કરી હતી. યસ બેન્કનો શેર એક તબક્કે 14.69 ટકા વધી રૂ. 268.95 થયો હતો. એક તબક્કે 45.96 લાખ શેર્સનું કામકાજ થયું હતું. શેર રૂ.6.30 વધી રૂ. 240.20 ઉપર બંધ થયો હતો. અમેરિકી એફડીએ દ્વાર ઓરબિંદો ફાર્માની દવાના ઉત્પાદન અને માર્કેટિંગને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. જોકે, શેરનો ભાવ રૂ. 23.40 ઘટી રૂ. 756.25 થયો હતો. બંધન બેન્કે દ્વિતીય ત્રિમાસિક ગાળામાં પ્રોત્સાહક પરિણામ રજૂ કર્યું હોવા છતાં શેર રૂ. 41.95  ઘટી રૂ.470.20 થયો હતો

ક્રૂડ તેલ અને ડોલરનો ભાવ ઘટયા બાદ રૂપિયામાં રિકવરી  

ક્રૂડ તેલ અને ડોલરનો ભાવ ઘટયા બાદ રૂપિયામાં રિકવરી જોવા મળી હતી. બપોરના સત્રમાં ડોલર સામે રૂ. 74.16ના ભાવે કામકાજ થયું હતું. અમેરિકી ડોલર સામે બુધવારે રૂપિયાનો બંધ ભાવ રૂ. 74.22 હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદાનો એક બેરલે 1.32 ડોલર ઘટી 81.77 ડોલર થયો હતો. અમેરિકી વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (ડબ્લ્યૂટીઆઈ) ક્રૂડ વાયદો 1.10 ડોલર ઘટી 72.07 ડોલર થયો હતો.

એવિએશન કંપનીઓના શેર્સ વધ્યા

જેટ ફ્યૂઅલની એક્સાઇઝ ડયૂટી 14 ટકા ઉપરથી ઘટાડી 11 ટકા કરવામાં આવતા એવિએશન કંપનીઓના શેર્સ વધ્યા હતા. જેટ એરવેઝ રૂ. 2.15 વધી રૂ. 191.20 , ઇન્ટર ગ્લોબ એવિએશન રૂ. 16.35 વધી રૂ. 760.80 અને સ્પાઇસ જેટ રૂ. 2.15 વધી રૂ. 70.25 થયો હતો.

ઓઇલ-ગેસ કંપનીઓના શેર્સમાં ચમકારો  

શેરબજારમાં ભારે વેચવાલી છતાં ઓઇલ અને ગેસ કંપનીઓના શેર્સમાં ચમકારો જોવાયો હતો. એચપીસીએલમાં 2.4, ઈન્ડિયન ઓઇલ, ઓએનજીસી અને ગેઇલ ઈન્ડિયા (પ્રત્યેક)માં 1 ટકા વધ્યા હતા. વિશ્વમાં ક્રૂડ તેલના ભાવમાં ઘડાટાની સકારાત્મક અસર ભારતીય કંપનીઓ ઉપર જોવા મળી હતી.

એનબીએફસી શેર્સમાં ઘટાડે કામકાજ :

 નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએપસી)ના શેર્સમાં ઘટાડો કામકાજ થયું હતું. દીવાન હાઉસિંગમાં 10, બજાજ ફાઇનાન્સ અને ઈન્ડિયા બુલ્સ હાઉસિંગમાં (પ્રત્યેકમાં) 8, કેનપિન હોમમાં 6, એડલવીસ સિક્યોરિટીઝ અને એમ એન્ડ એમ ફાઇનાન્સમાં 7-7 તથા જે.એમ.ફાઇનાન્સ અને ઇક્વિટાસમાં 7-7 ટકા ઘટયા હતા.