Astrology Shri yantra Mahalakshmi will do the rain of wealth
  • Home
  • Astrology
  • આ એક યંત્રની કરો સ્થાપના, મહાલક્ષ્મી કરશે ધનનો વરસાદ

આ એક યંત્રની કરો સ્થાપના, મહાલક્ષ્મી કરશે ધનનો વરસાદ

 | 4:26 pm IST

મુનિ મંત્રેશ્વરના મહાગ્રંથ ચમત્કાર ચિંતામણિમાં લખ્યું છે કે મનુષ્ય દેહમાં લલાટે લક્ષ્મી અને મસ્તકે સરસ્વતી બિરાજે છે અર્થાત્ લક્ષ્મીનો સંબંધ ભાગ્ય સાથે અને સરસ્વતીનો બુદ્ધિ સાથે છે. મનુષ્ય નસીબદાર હોય પરંતુ બુદ્ધિહીન હોય અને જે બુદ્ધિશાળી હોય તે ધનવાન હોતો નથી. સરસ્વતીની કૃપા સાથે મા લક્ષ્મીની કૃપા મેળવવા પવિત્ર દિને શ્રીયંત્રની પૂજા કરી ધનવાન બનવાની વાત અને વિધિ દર્શાવીશુ.

જ્યોતિષ અનુસાર ઐશ્વર્યની પ્રાપ્તિ માટે પૂર્વાભિમુખ બેસી પૂજન કરવું. શ્રીયંત્રની પૂજા, પ્રાણપ્રતિષ્ઠા રવિવારે આઠમ હોય, રવિવારે પુષ્ય નક્ષત્ર હોય, ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોય, અગર નવરાત્રિના નવ દિવસ અથવા ધનતેરશના દિવસે અભિભૂત કરી શકાય છે.

શ્રીયંત્રની રચનામાં કાચનો ઉપયોગ કરવો નહીં. બ્રહ્માંડમાં ફરી રહેલાં સમૃદ્ધ કિરણો અને શકિતશાળી ઊર્જાને શ્રીયંત્ર પોતાના તરફ આકર્ષે છે. પરિણામે ઘરમાં ઇશાન ખૂણામાં સ્થાપના કરેલા શ્રીયંત્રનાં રોજ પ્રાત:કાળે દર્શન કરવાથી વ્યક્તિ તેજસ્વી, ધનિક, સંપત્તિવાન બને છે અને તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

આ રીતે કરો શ્રીયંત્રની પૂજા અર્ચના

શ્રીયંત્રની રચના પૂજા અને વિધિ માટે શાસ્ત્રોમાં પંચોપચાર પૂજન વિધિ બતાવી છે. પાંચ પૂજામાં શ્રીયંત્રને ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધનું પૂજન કરવું તેમ જણાવ્યું છે. શ્રીયંત્રની પૂજા બાદ તરત જ શ્રી સૂક્તમના ઓછામાં ઓછા પાંચ પાઠ કરવા.

શ્રીં ૐ મહાલક્ષ્મૈ નમ:

108 માળા કરતાં શ્રી સૂકતમના પાઠ કરવાથી જાતક અવશ્ય સંપત્તિવાન બને છે. શ્રી સૂકતમના પાંચ પાઠ કર્યા બાદ પ્રસાદનો નૈવેધ સ્વરૂપ ઉપયોગ કરવો. આરતી શ્રીયંત્રના નીચેના ભાગમાં પ્રથમ કરવી. પછી બે વાર મઘ્યમાં અને એક વાર ઉપરના ભાગમાં કરવી. પછી સાત વાર સંપૂર્ણ યંત્રની આજુબાજુ આરતીની થાળી ઉતારવી. આરતી પૂર્ણ થયા બાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન