Teri Meri Kahani teaser: Ranu Mandol’s debut song is about dream
  • Home
  • Entertainment
  • Bollywood
  • હિમેશ રેશમિયાએ કઈ રીતે રાનૂને સાચવી એની સાચી હકીકત બહાર આવી, મંડલે કહ્યું કે…

હિમેશ રેશમિયાએ કઈ રીતે રાનૂને સાચવી એની સાચી હકીકત બહાર આવી, મંડલે કહ્યું કે…

 | 1:28 pm IST

રાનૂ મંડલને લઈને ફરી એક સમાચાર છે. હિમેશ રેશમિયા અને રાનૂ મંડલનું ગીત ‘તેરી મેરી કહાની’નું ટીઝર જાહેર થઈ ચૂક્યું છે અને સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યું છે. બુધવારે એટલે કે આજે આ આખું ગીત લોન્ચ થશે. આ ગીત રાનૂ મંડલના વાસ્તવિક જીવનની સ્ટોરી પણ દર્શાવે છે. આગામી ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું ટ્રેક પણ રાનૂ મંડલનું પહેલું બોલિવૂડ ગીત છે. ‘તેરી મેરી કહાની’ ટીઝરમાં રાનૂના વાયરલ વીડિયોના શૉટ્સની સાથે સાથે હિમેશનાં ગીતની રેકૉર્ડિંગ અને ફિલ્મના સીન્સ પણ જોવા મળે છે. તો સાથે જ સોનિયા માન પણ છે.

રાનૂ મંડલને સુપરસ્ટાર સિંગર જજ હિમેશ રેશમિયાએ મોટી ઑફર આપી. રાનૂ મંડલે હિમેશની આગામી ફિલ્મ હેપ્પી, હાર્ડી એન્ડ હીરમાં હિમેશ રેશમિયા સાથે ગીત ગાયું. હિમેશે એક વીડિયો શેર કર્યો હતો. જ્યાં તે રાનૂને ‘તેરી મેરી કહાની’ રેકૉર્ડ કરતાં જોઈ શકો છો. હેપ્પી, હાર્ડી ઔર હીરના નિર્માતાઓએ હવે બુધવારે આખું ગીત લૉન્ચ કરતાં પહેલા એક ટીઝર રિલીઝ કર્યું છે. હિમેશે રાનૂ સાથે ‘આદત’ અને ‘આશિકી મેં તેરી’ પણ રેકૉર્ડ કર્યા છે.

એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં રાનૂ મંડલે પોતાને કઈ રીતે ત્યાં રાખવામાં આવી હતી અને કંઈ રીતે માન મોભો આપ્યો એની હકીકત જણાવી હતી. સાથે સાથે હિમેશ રેશમિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, “તે પહેલી વાર હતું જ્યારે મને કોઇકે કંઈક શીખવ્યું હોય. હું ગાવાની ટેક્નિક્સ નથી જાણતી. હિમેશજીએ મને એક પરિવારના સભ્યની જેમ માનીને મારા જીવનની સૌથી મોટી તક આપી. હું ભગવાનની આભારી છું કે તેણે મને આવું સપનું બતાવ્યું. મે આટલો બધો પ્રેમ ક્યારેય નહોતો જોયો કે જેટલો મને અહીંયા મળ્યો.”

આ વીડિયો પણ જુઓ: અમરેલીમાં કાર પાણીમાં તણાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન