લોકસભા ચૂંટણીનો ક્રેઝ: ફેસબુક પ્રોફાઇલ અને વોટ્સએપ ડીપી પર સેલ્ફીનું ઘોડાપૂર - Sandesh
  • Home
  • Ahmedabad
  • લોકસભા ચૂંટણીનો ક્રેઝ: ફેસબુક પ્રોફાઇલ અને વોટ્સએપ ડીપી પર સેલ્ફીનું ઘોડાપૂર

લોકસભા ચૂંટણીનો ક્રેઝ: ફેસબુક પ્રોફાઇલ અને વોટ્સએપ ડીપી પર સેલ્ફીનું ઘોડાપૂર

 | 8:34 pm IST

મંગળવારે મતદાન સાથે જ ફેસબુક અને વોટ્સએપ સહિતની સોશિયલ નેટર્વિંકગ સાઇટ પર લોકશાહી પર્વની ઉજવણીનો જ રંગ દેખાયો હતો. દરમિયાન ખાસ કરીને વોટ્સએપ ડીપી પર યુવાનોએ મતદાન બાદની સેલ્ફી મૂકવાની સાથે જ અન્યોને પણ મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો. આ સાથે જ ‘આજે મારા પરિવારે વ્યક્તિદીઠ 72 હજાર રૃપિયાનું બલિદાન આપ્યુ’ એવા રમૂજી મેસેજ પણ ફરતા થયા.

મતદાનના એક દિવસ પૂર્વે ફેસબુક અને વોટ્સએપ પર અવશ્ય મતદાન કરવાના સંદેશા વહેતા થયા હતા. સોમવારે વોટ્સએપ અને ફેસબુક મતદાન જાગૃતિના સંદેશાઓથી ઊભરાઇ ગયા હતા. જ્યારે મંગળવારે મતદાન બાદ ફરીવાર લોકશાહી પર્વની ઉજવણીનો ઉન્માદ દેખાયો હતો. જેમાં યુવાનો, નોકરિયાત, મોટેરા સૌકોઇએ ‘હું પણ મતદાર’ સ્ટેટ્સ મૂકવાની સાથે જ સેલ્ફી મૂકી હતી. મતદારોએ ભૂરી શાહી કરેલી આંગળી સાથે લીધેલી સેલ્ફી મૂકવાની સાથે જ સોશિયલ મીડિયામાં વોટિંગ સેલ્ફીનું જ ઘોડાપૂર જોવા મળ્યું હતું.

ખાસ કરીને પહેલીવાર મતદાન કરી રહેલા યુવાનોએ પોતાનો ઉત્સાહ રજૂ કરવા માટે ફેસબુક પ્રોફાઇલ અને વોટ્સએપ ડીપીનો સહારો લીધો હતો. જ્યારે કેટલાક મતદારોએ મતદાનની નિશાનીના ભાગરૃપે ભૂરી શાહી કરેલી આંગળીનો ફોટો મૂક્યો હતો. વિવિધ વોટ્સએપ ગ્રૂપમાં આ સંદેશાઓ ફરતા કરવાની સાથે જ અન્યોને પણ તાકીદે મતદાન કરી દેવાનું સૂચન કરાયું હતું. મંગળવારે સવારથી મોડી સાંજ સુધી વોટ્સએપ અને ફેસબુક સહિતની સોશિયલ નેટર્વિંકગ સાઇટ પર વોટિંગ સેલ્ફી અને મતદાન જાગૃતિને લગતા સંદેશાઓનું મોજું ફળી વળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન