વડોદરા: કરોડોની સંપત્તિની માલકીનનાં મૃતદેહ માટે પરિવાર અને મેનેજર વચ્ચે 'દંગલ' - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરા: કરોડોની સંપત્તિની માલકીનનાં મૃતદેહ માટે પરિવાર અને મેનેજર વચ્ચે ‘દંગલ’

વડોદરા: કરોડોની સંપત્તિની માલકીનનાં મૃતદેહ માટે પરિવાર અને મેનેજર વચ્ચે ‘દંગલ’

 | 8:47 pm IST

વડોદરાનાં પ્રતાપ ગંજ વિસ્તારમાં રહેતી અને વર્ષોથી માનસિક અસ્વસ્થ હોવા ના કારણે માનસિક રોગની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શ્રદ્ધા મજુમદારનાં મૃત્યુ બાદ તેના દેહને કોણ અગ્નિદાહ આપશે તેના માટે દંગલ જોવા મળી રહ્યું છે. શ્રદ્ધા મજુમદારના મેનેજર અને વિનાયક દેસાઈ અને તેમના ભત્રીજાએ મૃતકનાં પાર્થિવ શરિરને પ્રાપ્ત કરવા માટે આવેદન કર્યુ છે. જોકે, ડોક્ટરોએ વિવાદ જોતા સરકારી વકીલ ની લીગલ સલાહ લેવા માટે કોર્ટમાં પત્ર લખ્યો છે.

તમને જણાવી દઇએ કે, મૃતક મહિલાની રૂપિયા 5 કરોડની સંપત્તિની માલિક છે. કોર્ટના આદેશથી મેનેજર મહિલાની 25 વર્ષથી સેવા કરતા હતા. ત્યાં જ મેનેજરનું કહેવું છે કે, તેઓ મૃતક મહિલાને અને તેમની પોપર્ટીને છેલ્લા 25 વર્ષથી સાચવી રહ્યા હતા, આ સમયગાળા દરમિયાન મહિલાનાં પરિવારજનો સામે આવ્યા નહતાં. પરંતું શ્રદ્ધા મજુમદારનાં મૃત્યુ બાદ તેમના પરિવારજનો એકાએક સામે આવ્યા હતાં અને અગ્નિદાહ માટે તેમના મૃતદેહની માંગ કરી હતી.

મેનેજર અને પરિવારજનોનો વિવાદ દેખતા ડોક્ટરોએ સમગ્ર મામલાને કોર્ટમાં લઇ ગયા છે અને સરકારી મકીલની સલાહ માંગી છે. આ મામલામાં ડોક્ટરોએ કોર્ટને પત્ર પણ લખ્યો છે.