અમદાવાદની મહિલાએ પતિ સાથે કર્યો દાવ, પાંચ વર્ષે ફુટ્યો ભાંડો - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદની મહિલાએ પતિ સાથે કર્યો દાવ, પાંચ વર્ષે ફુટ્યો ભાંડો
 | 9:00 pm IST

પત્નીનો મેકઅપ ઉતર્યા પછી પતિને ખબર પડી કે પત્ની તો માતાની ઉંમરની છે. ગુરુવારે અમદાવાદની ફેમિલી કોર્ટ નંબર-૧માં આ વિચિત્ર કેસ સામે આવ્યો હતો, બિચારા પતિ માટે આટલું ઓછું હોય તેમ જે પત્નીએ બ્યુટી પાર્લરની પોતાની આવડતોનો ઉપયોગ કરી મેકઅપ પાછળ સાચી ઉંમર છુપાવી રાખેલી તેને જ ચુકવવાના થતાં ભરણપોષણની રિકવરી પેટે ૧.૬૭ લાખ જમા કરાવી દેવા અથવા તો જેલભેગા થવાનો કોર્ટે હુકમ કર્યો હતો. કગરતાં પતિએ કોર્ટને કહ્યું કે, અત્યારે મારી કેપિસીટી ૧૫ હજાર ભરવાની છે મને એક મહિનાનો સમય આપો. જો કે, કોર્ટે આ રજૂઆત ગ્રાહ્ય રાખવાનો ઈન્કાર કર્યો હતો.

ભાવનગરમાં રહેતાં યુવાન હીરેનના લગ્ન અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી પંકિતા (નામો બદલ્યાં) સાથે વર્ષ ૨૦૦૩માં થયાં હતા. સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના સમૂહલગ્નમાં તેઓ પરણ્યા હતા. હીરેનના આ બીજાં લગ્ન હતાં. આ દંપતી પાંચ વર્ષ સાથે રહ્યાં પણ કોઈ ખાસ મનમેળ રહેતો ન હતો. પંકિતાને બ્યૂટીપાર્લરના મેકઓવરનો જબરો શોખ હતો, સમય જતાં પતિને લાગ્યું કે, મારી દેખાવડી પત્ની જ્યારે મેકઅપ ન કરે ત્યારે ઉંમરલાયક લાગે છે. આ શંકા ઘર કરતાં પતિએ પંકિતા ગાંધીનગરની જે સ્કૂલે ભણતી હતી ત્યાંથી ર્સિટફિકેટ મેળવ્યું હતું જેમાં બહાર આવ્યું કે, અત્યારે પંકિતાની ઉંમર તો ૫૨ વર્ષની છે. જ્યારે પતિની ઉંમર ૩૮ વર્ષની છે. આ દાવો પતિના એડવોકેટે કર્યો હતો. કોર્ટનો હુકમ સાંભળીને ૫૫ વર્ષના સાસુ કોર્ટ રૃમની બહાર રીતસર રડી પડયા હતા.

હીરેનના પરિવારે જણાવ્યું કે, લગ્ન નક્કી કર્યા તે વખતે પંકિતાએ ૧૯૮૦માં જન્મી હોવાનો દાવો કર્યો હતો. જોકે હકીકતમાં તેણી ૧૯૬૬માં જન્મી છે. ફેમિલી કોર્ટના ઓર્ડર પર સ્ટે મળે તે માટે આ પરિવારે ગુજરાત હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવ્યા છે. કોર્ટ અગાઉ ૩૬૦ દિવસની જેલની સજાનો હુકમ કરી ચૂકી છે. તો બીજી તરફ ઉંમર છુપાવી લગ્ન કર્યા હોવાથી સાસરિયાએ પંકિતા સામે અલગથી ક્રિમિનલ કેસ પણ માંડયો છે.

;