The family of CM's brother Lalit Rupani called on both the secretaries of the home minister
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • CM રૂપાણીના પરિવારમાં 5 સભ્યો કોરોના પોઝિટિવ, ગૃહમંત્રીના બંને સેક્રેટરીઓને કોરોના, ગામડાઓમાં સ્વયંભૂ ધડાધડ લોકડાઉનની જાહેરાતો

CM રૂપાણીના પરિવારમાં 5 સભ્યો કોરોના પોઝિટિવ, ગૃહમંત્રીના બંને સેક્રેટરીઓને કોરોના, ગામડાઓમાં સ્વયંભૂ ધડાધડ લોકડાઉનની જાહેરાતો

 | 7:44 am IST
  • Share

મુખ્યમંત્રી વિજય રૂપાણીના મોટાભાઈ લલિત રૂપાણીનો પરીવાર મંગળવારની સાંજે કોરોનાથી ચેપગ્રસ્ત થયા હોવાનું જાહેર થયુ હતુ. લલિતભાઈ, તેમના પુત્ર અનિમેષ, પુત્રવધુ અને બે બાળકો એમ પાંચના વ્યક્તિઓનો રૂપાણી પરીવાર રાજકોટ સ્થિત પોતાના ઘરે જ હોમ આઈસોલેટ થયા છે.  ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના કાર્યાલયમાં સેક્રેટરી મનોજ પટેલ, એડિશનલ સેક્રેટરી ધિરેન શાહ પણ કોવિડ-૧૯ પોઝિટીવ આવ્યા છે.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  તેમના કાર્યાલયમાં કાર્યરત સચિવાલય કેડરના ત્રણેય ઓફિસરો, બે કમાન્ડો, એક અંગત મદદનીશ અને સેવક એમ આઠને કોરોના થયો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડસામાના કાર્યાલયમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. ચુડસામાના સેક્રેટરી નટવરસિંહ ડોડીયા અને મદદનીશ પણ પોઝિટીવ હોવાનું જાણમાં આવ્યુ છે. મંગળવારે વધુ ૨૪ કર્મચારી- અધિકારીઓ ચેપગ્રસ્ત જણાયા હતા. એક જ સપ્તાહમાં સચિવાલયમાંથી ૧૮૦ વધુને કોરોના થયો છે.

વિધાનસભા અધ્યક્ષની એન્જિયોપ્લાસ્ટી કરાઈ

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને સોમવારે મોડી રાતે છાતીમાં દુખાવો થતા અમદાવાદ સ્થિત યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એન્જિયોગ્રાફીમાં તેમને હાર્ટ એટેક આવ્યાનું નિદાન થતા રાતે ૧૨ વાગ્યા પછી ઈમરજન્સીમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ચીફ મેડિકલ ઓફિસર તરફથી જાહેર થયેલા હેલ્થ બુલેટિનમાં અધ્યક્ષ ત્રિવેદીની પરિસ્થિતિ સ્ટેબલ હોવાનું કહેવાયુ છે.

ગામડાઓમાં સ્વયંભૂ ધડાધડ લોકડાઉનની જાહેરાતો

કોરોનાની પરિસ્થિતિને જોઈને રાજ્યના અનેક ગામડાઓમાં સ્વંયભૂ એક સપ્તાહથી ૧૪ દિવસના લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાયો છે. એટલુ જ નહિ, મોરબી, પાલણપુર, પાટણ, હિંમતનગર, મોડાસા, જામનગર, કાલાવાડ, ખંભાળિયા, ધ્રાંગધ્રા, સુરતના માંડવી જેવા નાના શહેરોના વેપારી એસોસિયેશનોએ સ્વંયભૂ પોતાના વેપાર ધંધા અને રોજગારનો સમય ટૂંકાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન