The famous actress from the South is making an entry in Bollywood
  • Home
  • Featured
  • રણવીરસિંહની સાથે આ અભિનેત્રી કરી રહી છે બોલિવૂડમાં એન્ટ્રી, લાગે છે હોટ અને ખુબસુંદર

રણવીરસિંહની સાથે આ અભિનેત્રી કરી રહી છે બોલિવૂડમાં એન્ટ્રી, લાગે છે હોટ અને ખુબસુંદર

 | 2:31 pm IST

અભિનેત્રી શાલિની પાંડેની ઉંમર આજે વધુ એક વર્ષ વધી ગઈ છે અને તેમને આશા છે કે યશ રાજ ફિલ્મ્સની મનોરંજનથી ભરપૂર ‘જયેશભાઇ જોરદાર’માં દર્શકોને તેનું પાત્ર ખુબ જ ગમશે. મહત્ત્વની વાત એ છે કે તે આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે રણવીર સિંહની સાથે જોવા મળશે. અર્જુન રેડ્ડીમાં તેના કામથી ઘણી પ્રસિદ્ધિ મેળવનાર શાલિની કહે છે, ‘મને આશા છે કે આ નવું વર્ષ મારા માટે ઉત્તમ સાબિત થશે.

હું જાણું છું કે મારી ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’ ચોક્કસપણે થિયેટરોમાં રિલીઝ થશે અને હું તે સમયની આતુરતાથી રાહ જોઈ રહી છું. આ મહામારી પછી લોકો સિનેમા જોવા માટે થિયેટરોમાં પાછા આવશે અને અલબત્ત અમારી ફિલ્મ તેમને ફરીથી થિયેટરોમાં લાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન