The finance minister Nirmala Sitharaman said there was no shortage of coal
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કોલસાની અછત સર્જાશે તો આ ઉદ્યોગોની માઠી દશા બેસશે

કોલસાની અછત સર્જાશે તો આ ઉદ્યોગોની માઠી દશા બેસશે

 | 7:40 pm IST
  • Share

  • નાણામંત્રીએ કોલસાની અછત ન હોવાની વાત કરી
  • પ્લાસ્ટીક અને સિંથેટિક રબર ઉત્પાદન કરતા યૂનિટ પ્રભાવિત થશે
  • ડીઝલ જનરેટરના ઉપયોગથી ઉત્પાદન ખર્ચ વધશે

 

એક તરફ દેશમાં કોલસાની અછતને કારણે વીજળી સંકટના ભણકારા વાગી રહ્યા છે તો બીજી તરફ સ્ટીલથી લઈને ઓઈલ રિફાઈનરી સુધીના ઉદ્યોગોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નોંધનિય છે કે, કોલસો ભારતમાં પ્રમુખ ઈધણ છે. ભારતમાં 70 ટકા વીજળીનું ઉત્પાદન કોલસાથી જ થાય છે. દેશમાં કોલસાનું સંકટ હજુ યથાવત છે. દેશમાં 135 પાવર પ્લાન્ટ એવા છે જ્યાં કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તો બીજી તરફ સરકારી આંકડા અનુસાર તેમાંથી 18 પ્લાન્ટ એવા છે જ્યાં કોલસો ખતમ થઈ ગયો છે. જો કે કેન્દ્ર સરકાર સતત દાવો કરી રહી છે કે કોલસાની કોઈ કમી નથી.

મેન્યૂફેક્ચરિંગ સેક્ટરને નુકસાન

જો દેશમાં વીજળી સંકટ ઉભુ થયું તો તે મૈન્યૂફેક્ચરિંગ ઉદ્યોગ માટે મોટો ફટકો સાબિત થશે. આયાતી કોલસાની કિંમત રેકોર્ડસ્તરે પહોંચી ગઈ છે. તેના કારણે લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમ જેવી કમોડિટીના ઉત્પાદનમાં ખર્ચ વધી ગયો છે.

મોંઘી થઈ શકે છે પ્રોડક્ટ

ICRAના કોર્પોરેટ સેક્ટર રેટિંગ્સમાં આસિસ્ટેંટ વાઈસ પ્રેસિડેન્ટ અને સેક્ટર હેડ રિતાબ્રતા ઘોસે જણાવ્યું કે, હાલની પરિસ્થિતિને કારણે ઘરેલુ સ્પાંજ આયરન ઉત્પાદક વધેતા ખર્ચનો બોજો ગ્રાહકો પર નાખી શકે છે.

સ્ટીલ

મોટા સ્ટીલ ઉત્પાદકો પાસે પોતાના કેપ્ટિવ પાવર પ્લાન્ટ છે, એટલા માટે તેમને વીજળી સંકટનો સામનો નથી કરવો પડી રહ્યો. પરંતુ જાણકારોનું કહેવુ છે કે, જો કોલસાની અછતને દૂર કરવામાં નહીં આવે તો આગામી બે મહિનામાં તેમની હાલત પણ ખરાબ થઈ શકે છે.

તેલ રિફાઇનરી

ભારતમાં કોલસા બાદ પ્રાકૃતિક ગેસ વીજળી ઉત્પાદનનો સૌથી મોટો સ્ત્રોત છે. કોલસાની અછતની અસર એ થશે કે,ગેસની માગ વધશે એટલે કે રિફાઈનરી માટે માગ વધી શકે છે. સ્ટીલની જેમ જ ભારતની મોટી તેલ રિફાઈનરીઓ માટે પોતાના કેપ્ટિવ પાવર પ્લાન્ટ છે, તેથી કોલસાની અછતની અસર તેમના પર નહીં થાય. પરંતુ તેમણએ માગ પૂરી કરવા માટે LNGની આયાત વધારવી પડશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં આ દિવસોમાં LNGની કિંમત ભારે ઉંચી ચાલી રહી છે. તેથી કોલસાની અછતની અસર તેલ અને ગેસની કિંમત પર પણ પડશે.

ફ્રોઝન ફૂડ

રેફ્રિજરેટરની જરૂરિયાતવાળી ફોઝન ફૂડ ઈન્ડસ્ટ્રી વીજળી સંકટથી સૌથી પહેલા પ્રભાવિત થશે. ગ્રિડ વીજળીના કાપની સ્થિતિમાં આ ઈન્ડસ્ટ્રી ડીઝલ જનરેટર પર ભરોશો કરી શકે છે, પરંતુ ડીઝલના ઉંચા ભાવને કારણે તેમનો ખર્ચ વધી શકે છે અને નફામાં ઘટાડો થઈ શકે છે. વીજળી સંકટની સ્થિતિમાં પોલ્ટ્રી, મીટ અને ડેરી ઈન્ડસ્ટ્રી પણ પ્રભાવિત થઈ શકે છે.

ઈંટના ભઠ્ઠા

દેશના મોટા ભાગના ઈંટોના ભઠ્ઠામાં ઈંધણ તરીકે આયાતી કોલસાનો ઉપયોગ થાય છે. આંતરરાષ્ટ્રીય બજાર કોલસાની કિંમતમાં તેજી આવતા ઈંટોના ભઠ્ઠાને ઘરેલુ કોલસા પર નિર્ભર રહેવુ પડી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો