The first case of Omicron was registered in Jamnagar Gujarat
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રીથી ખળભળાટ: જામનગરમાં નોંધાયો પહેલો કેસ

ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રીથી ખળભળાટ: જામનગરમાં નોંધાયો પહેલો કેસ

 | 2:23 pm IST
  • Share

  • જામનગરના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

  • ઝિમ્બાવેથી ગુજરાત આવ્યો હતો વ્યક્તિ

  • ગુજરાત, કર્ણાટક સહિત દેશમાં ઓમિક્રોનના 3 કેસ નોંધાયા

 

ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાની સાથે સાથે ઓમિક્રોન વાયરસ પણ માથું ઉંચકી રહ્યો છે. લોકોમાં ઓમિક્રોનને લઈને પણ ભય જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3 ઓમિક્રોનના કેસ જોવા મળ્યા છે. કર્ણાટકમાં કુલ 2 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા છે તો એક કેસ ગુજરાતના જામનગરમાં નોંધાયો છે.

 

જામનગરમાં આવ્યો પહેલો ઓમિક્રોનનો કેસ

ગુજરાતની વાત કરીએ તો અહીં જામનગરમાં એક કોરોના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના સેમ્પલ પુણે લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ દર્દી ઝિમ્બાવેથી આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તપાસ બાદ આ વ્યક્તિને ઓમિક્રોન હોવાનું સામે આવ્યું છે.

 

રાજ્યમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ પણ

ગુજરાતમાં કોરોના સંક્રમણ પણ સતત વધી રહ્યું છે. હાલમાં જ લંડનના પ્રવાસેથી આવેલા 550માંથી 30 અમદાવાદીઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે જેને લઈને પણ લોકોમાં હાહાકાર ફેલાયો છે. દેશમાં ઠંડીની સાથે સાથે કોરોના અને ઓમિક્રોન માથું ઉંચકી રહ્યો છે. જેને લઈને ટેન્શન વધ્યું છે.

પ્રથમ કેસ આવતાં જામનગરના આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ

જામનગર કલેક્ટર સૌરભ પારગીએ કહ્યું છે કે સ્ટેટ અને સેન્ટ્રલ ગર્વમેન્ટ તરફથી જે ગાઈડલાઈન છે તેનું પાલન કરાશે. જે લોકો આવ્યા છે તેમને ટ્રેસ કરીને તેમનું ટેસ્ટિંગ કરાયું છે. હાઈરિસ્કના 8 લોકો હતા તેમને આઈસોલેટ કરાયા છે. સંપર્કમાં આવેલા તમામને આઈસોલેટ કરાયા છે. તમામ દર્દીઓ ક્લિનિકલી સ્ટેબલ છે. દર્દીને પહેલા ગળું ખરાબ થયું હતું અને બાદમાં નબળાઈ આવી હતી. પોઝિટિવ દર્દીની હાલત સ્ટેબલ છે. કોરોનાના દર્દી જેવા જ લક્ષણો છે પણ આ દર્દીમાં લક્ષણો સામાન્ય જોવા મળ્યા છે. આ વેરિઅન્ટ ઝડપથી ફેલાય છે પણ ખતરનાક નથી.

ગુજરાતમાં જે એસઓપી છે તે પ્રમાણેની કાર્યવાહી કરાઈ રહી છે. આ દર્દીએ વેક્સીનના બંને ડોઝ લીધા હતા. ઝિમ્બાવેમાં વેક્સીન લીધી હતી. કલેક્ટરે કહ્યું કે હાલમાં આ નવા વેરિઅન્ટમાં વેક્સિન કેટલી અસરકારક છે તે કહેવું મુશ્કેલ છે. પહેલાથી એડવાઈઝરી ઈશ્યૂ થઈ છે ત્યારથી ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સ પર ધ્યાન અપાય છે તેમને ટેસ્ટ માટે મોકલાય છે અને આઈસોલેશનમાં રખાય છે. જામનગરની જનતાને અપીલ છે કે સાવચેતી રાખો, ગભરાઓ નહીં. વેક્સિનેશન બાકી હોય તો પૂરું કરે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્કને ફોલો કરે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો