The first semifinal match between European giants Spain and Italy today
  • Home
  • Sports
  • Football
  • યુરોપિયન જાયન્ટ્સ સ્પેન અને ઇટાલી વચ્ચે આજે પ્રથમ સેમિફાઇનલ મુકાબલો

યુરોપિયન જાયન્ટ્સ સ્પેન અને ઇટાલી વચ્ચે આજે પ્રથમ સેમિફાઇનલ મુકાબલો

 | 6:00 am IST
  • Share

। લંડન ।

યૂરો કપ ૨૦૨૦ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં મંગળવારે મોડી રાત્રે સ્પેન અને ઇટાલી વચ્ચે હાઇવોલ્ટેજ પ્રથમ સેમિફાઇનલ રમાશે. બંને ટીમોએ પૂરી ટૂર્નામેન્ટ દરમિયાન સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે, પરંતુ ફોર્મના આધારે ઇટાલિયન ટીમ વિજય માટે ફેવરિટ રહેશે. યૂરો કપમાં ઇટાલીએ તમામ પાંચ મેચ જીતી છે. બીજી તરફ સ્પેને પાંચ મેચમાં ત્રણ વિજય અને બે ડ્રોના પરિણામ મેળવ્યાં હતાં. સ્પેને ટૂર્નામેન્ટમાં હાઇએસ્ટ ૧૨ ગોલ નોંધાવ્યા છે અને ઇટાલીએ ૧૧ ગોલ કર્યા હતા. બંને ટીમો છેલ્લે ૨૦૧૨ની ફાઇનલમાં આમનેસામને થઇ હતી જેમાં સ્પેને ઇટાલીને ૪-૦થી હરાવીને યૂરો કપ ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

૨૦૧૬માં ઇટાલીએ સ્પેનને અંતિમ-૧૬ની મેચમાં હરાવીને સ્પેનિશ ટીમને સતત ત્રીજા ટાઇટલથી વંચિત કરી દીધી હતી. યૂરો કપના ઇતિહાસમાં બંને ટીમો ચોથી વખત આમનેસામને થશે. ફૂટબોલમાં બંને ટીમો હેડ-ટુ-હેડમાં ૩૪ વખત આમનેસામને થઇ છે અને સ્પેને ૧૨ વિજય હાંસલ કર્યા હતા. ઇટાલીએ નવ મેચ જીતી હતી અને બાકીની ૧૩ મેચ ડ્રો રહી હતી. સ્પેન અને ઇટાલી વચ્ચે ફૂટબોલમાં છેલ્લો મુકાબલો ૨૦૧૭માં થયો હતો અને સ્પેને આ મેચમાં ૩-૦થી વિજય હાંસલ કર્યો હતો. ફૂટબોલ વર્લ્ડ કપમાં બંને વચ્ચે છેલ્લે ૨૦૧૮માં મુકાબલો થયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો