ગુજરાતમાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, મુસ્લિમ યુવાનનું હાર્ટ અન્ય દર્દીમાં ધબક્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, મુસ્લિમ યુવાનનું હાર્ટ અન્ય દર્દીમાં ધબક્યું

ગુજરાતમાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, મુસ્લિમ યુવાનનું હાર્ટ અન્ય દર્દીમાં ધબક્યું

 | 10:57 pm IST
  • Share

ગુજરાતમાં પહેલું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. અમદાવાદની સિમ્સ હોસ્પિટલના ડોક્ટર્સ ધીરેન શાહ, સૌમક શાહ અને ધવલ નાયકે આ સફળ ઓપરેશન કર્યું હતું. આ સફળ ઓપરેશન દ્વારા ભાવનગરના 37 વર્ષીય યુવાનનું હૃદય જામનગરના 49 વર્ષીય દર્દીમાં ધબકતું થયું છે. ગુજરાતમાં મેડિકલ ઇતિહાસની પ્રથમ ઘટના છે. હાર્ટને ગ્રીન કોરિડોર દ્વારા 82 મિનિટમાં ભાવનગરથી અમદાવાદ ખાસ વિમાનમાં લવાયું હતું. અમદાવાદ એરપોર્ટથી સિમ્સ હોસ્પિટલ પહોંચતા 14 મિનિટ લાગી હતી.

ભાવનગરના સિહોર તાલુકાના ચોરવડલા ગામે રહેતાં 37 વર્ષીય મુસ્લિમ યુવાન આસિફ મોહમ્મદને ગત 17મી ડિસેમ્બરે તારીખે ઈશ્વરીયા ગામે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ બે સંતાનોના પિતા આસિફને ભાવનગરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર્સે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. આસિફના અંગો અન્ય લોકોને જીવન આપી શકે તે માટે તેના પરિવારજનોએ અંગોનું દાન કરવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં મુસ્લિમ સમાજ દ્વારા અંગ દાન કરવાની અને દાન કરાયેલા હાર્ટને કોઈ અન્ય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.

ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ધીરેન શાહે જણાવ્યું હતું કે, ‘હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું ઘણું અઘરું હતું, પણ સિમ્સ હોસ્પિટલના કાર્ડિયો એક્સપર્ટ્સે કરી બતાવ્યું છે. અમારી ટીમની મદદથી અમે ગુજરાતનું પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શક્યા છીએ. આ સર્જરી સફળ રહી છે અને દર્દી સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યું છે. હાલ દર્દીને ICUમાં રાખવામાં આવ્યા છે’

સિમ્સ હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો. મિલન ચાગનું કહેવું છે કે, જામનગરના દર્દીને હાર્ટની બિમારી હોવાથી છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેનું એકમાત્ર વિકલ્પ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જ હતું. દર્દીને વેન્ટિલેટર અને હાર્ટ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. ટ્રાન્સપ્લાન્ટ બાદ હવે તેઓ નોર્મલ લાઇફ જીવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન