The First Three Pages are Missing Says Attorney General KK Venugopal
  • Home
  • Featured
  • રાફેલ કરારઃ CAG રિપોર્ટમાં શરૂઆતના 3 પાના ગાયબને લઇ સરકાર સહમત, SCએ ચુકાદો સુરક્ષિત રાખ્યો

રાફેલ કરારઃ CAG રિપોર્ટમાં શરૂઆતના 3 પાના ગાયબને લઇ સરકાર સહમત, SCએ ચુકાદો સુરક્ષિત રાખ્યો

 | 4:41 pm IST

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર રાફેલ વિમાન કરારમાં થયેલા કથિત ઘોટાળાને લઇને રાજકારણ ગરમાયું છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે ગુરવારે પુન:વિચાર અરજીને લઇને પર સુનાવણી થઈ ગઇ છે. કેન્દ્ર સરકારી તરફથી બુધવારે જે એફિડેવિટ દાખલ કરવામાં આવ્યા હતા તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રક્ષા મંત્રાલયમાંથી રાફેલ વિમાનને લગતા દસ્તાવેજ લીક કરવામાં આવ્યા હતા. આ મામલે સરકાર દ્વારા પણ સહમતિ દાખવવામાં આવી છે.

આ દસ્તાવેજ રાફેલ વિમાનની કિંમત સાથે સંબંધિત હતા. જણાવી દઇએ કે કોંગ્રેસ પાર્ટી રાફેલ વિમાન કરારને લઇને વડાપ્રધાન મોદી અને તેમની સરકાર પર પ્રહાર કરવાની એકપણ તક બાકી રાખતા નથી. રાફેલ વિમાન કરારને લઇને સરકાર દ્વારા જે નવા દસ્તાવેજ રજૂ કરવામાં આવવાના છે તેના પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલે ગુરુવારે ચાલી રહેલી સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે CAGનો રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેમાં કેટલાક દસ્તાવેજ ગાયબ હતા. આ રિપોર્ટના શરૂઆતના ત્રણ પેજ ગાયબ હતા. જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે તમે દસ્તાવેજોના વિશેષાધિકારની વાત કરી રહ્યા છો, પરંતુ તેના માટે તમારે સાચા તર્ક રજૂ કરવા પડશે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ કૌલે એટોર્ની જનરલને પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે તમે હવે દસ્તાવેજ બદલી રહ્યા છો અને વિશેષાધિકારની માંગ કરી રહ્યા છો. પરંતુ તમે પુરાવા રજૂ કર્યા છે. તેના જવાબમાં એજીએ કહ્યું કે દસ્તાવેજ બીજી પાર્ટીએ રજૂ કર્યા છે, અમે નહીં. સુપ્રીમ કોર્ટમાં એજીએ આરટીઆઈ એક્ટનો તર્ક આપ્યો હતો અને જણાવ્યું હતું કે સુરક્ષા સાથે જોડાયેલી જાણકારી જાહેર કરી શકાય નહીં. જેના પર જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું કે જે સંસ્થાનોમાં એવો નિયમ છે અને તેના પર ભ્રષ્ટાચારનો આરોપ છે તો પછી આ મામલે જાણકારી જાહેર કરવી પડશે.

આ મામલે સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં પોતાનો તર્ક રજૂ કરતાં જણાવ્યું હતું કે જો ચોરી થઈ હતી તો સરકારે એફઆઈઆર કેમ નથી નોંધાવી. સરકાર પોતાની જરૂરિયાતો અનુસાર આ દસ્તાવેજો સાથે ચેડા કરી રહી છે. જ્યારે સરકાર પર સવાલ ઉઠાવતા વકીલ કહે છે કે સીએજી રિપોર્ટમાં શું હશે, તે સરકારને કેવી રીતે ખબર? વધુમાં પ્રશાંત ભૂષણે જણાવ્યું કે પત્રકાર માટે કોઈ પણ કાયદામાં સંબંધિત માહિતી જાણવાને લઇને પ્રતિબંધ રાખવામાં આવ્યો નથી.

આ સીવાય દેશના અન્ય એક મોટા કોભાંડ 2Gને લઇને તેઓ જણાવે છે કે 2Gમાં પણ એવું જ થયું હતું, કોઈ અજાણ્યા વ્યક્તિએ સીબીઆઈ રંજીત સિન્હાના ઘરનું એન્ટ્રી રજિસ્ટર આપ્યું હતું, જેનાથી ખુલાસો થયો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે આ તર્કને માનવાનો ઇન્કાર કરી દીધો છે.