The focus of this should be to keep jeans before washing
  • Home
  • Fashion & Beauty
  • જીન્સને ધોતા પહેલા રાખવું જોઇએ આ વાતનું ધ્યાન, નહીં જાય કલર અને લાગશે નવી

જીન્સને ધોતા પહેલા રાખવું જોઇએ આ વાતનું ધ્યાન, નહીં જાય કલર અને લાગશે નવી

 | 11:25 am IST

જીન્સને ઘરે ધોવી ખૂબ અઘરુ કામ હોય છે. એ એટલા માટે કારણકે તેને ધોવાથી તેને રંગ આછો થઇ જાય છે અને મટીરિયલ પણ ખરાબ થઇ જાય છે. ખાસ કરીને લોકો તેને ડ્રાયક્લીન કરાવવા માટે આપી દે છે. પરંતુ તેમા ખર્ચો પણ થાય છે અને સમય પણ વધારે બગડે છે. તો આજે અમે ઘરે જીન્સને ધોવાની ટ્રિક જણાવીશું જેથી જીન્સનો કલર આછો પણ નહી થાય અને એકદમ નવી લાગશે.

– હંમેશા જીન્સને અંદરની તરફથી ઉંધી કરીને ધોવી જોઇએ. જીન્સને રોજ ન ધોવી જોઇએ. તે એક જાડા કપડાથી બનેલી હોય છે. જેથી તેને 4-5 વખત પહેર્યા પછી જ ધોવી જોઇએ.

– જીન્સ રંગ આછો ન થાય અને સ્ટ્રેચ પણ ખરાબ ન થાય તે માટે તેને હળવા ડિટરજન્ટમાં ધોવી જોઇએ. ધ્યાન રહે કે ડિટરજન્ટમાં બ્લીચિંગ પાવડર ક્યારેય ન નાખો નહીંતર કપડાને રંગ ઉડી શકે છે.

– હંમેશા ડાર્ક જીન્સને ઠંડા પાણીમાં ધોવી જોઇએ. ગરમ પાણીમાં તેને ધોવી યોગ્ય નથી. કારણકે તેનો રંગ આછો થઇ જાય છે અને કાપડ પણ ખરાબ થઇ જાય છે. ક્યારેય પણ જીન્સને બ્રશથી સાફ ન કરવી જોઇએ। તેને હાથની મદદથી સાફ કરો. કારણકે બ્રશથી સાફ કરવા પર તે સંકોચાઇ જાય છે.

– હંમેશા જીન્સને ત્રણ રાઉન્ડમાં ધોવી જોઇએ. એટલેક કે પહેલા તેને ડિટરજન્ટમાં 10-15 મિનિટ માટે પલાળી રાખો અને બાદમાં તેને સાફ પાણીથી બે-ત્રણ વખત ધોઇ લો. જીન્સને ધોઇ લીધા બાદ તેની પર ફેબરિક સોફ્ટનર લગાવો. તેનાથી જીન્સનો રંગ બરાબર રહે છે અને મટીરીયલ પણ ખરાબ થતું નથી.

– જો તમારે સફેદ જીન્સ સાફ કરવી છે તો તેને પાણીમાં થોડૂંક સફેદ વિનેગર, એમોનિયા અને બેકિંગ સોડા મિક્સ કરી લો. તે બાદ 15 મિનિટ માટે જીન્સને તેમા પલાળ્યા બાદ સાફ કરી લો. હવે જીન્સ સાફ પણ થઇ જશે. અને તેમા ચમક પણ આવી જશે.

– જો મશીનમાં જીન્સ ધોઇ રહ્યા છો તે તેને ડ્રાયરમાં ન સૂકવવી જોઇએ. કારણકે તેનાથી તે સંકોચાઇ જાય છે. જેથી હંમેશા હેન્ગરમાં લગાવીને હવામાં સૂકવો.