The four-hour trending was off due to a technical glitch
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • 48,883 તથા 48,732-48,663 નજીકના મહત્વના ટેકા ધ્યાનમાં રાખવા

48,883 તથા 48,732-48,663 નજીકના મહત્વના ટેકા ધ્યાનમાં રાખવા

 | 7:36 am IST
  • Share

બી.એસ.ઇ. ઇન્ડેક્સ : (૪૯,૧૦૦) મિત્રો, બી.એસ.ઇ. ઇન્ડેક્સ ગત્ સંપૂર્ણ સપ્તાહમાં તેના આગલા સાપ્તાહિક બંધ ૫૦,૮૯૦ સામે ૫૦,૯૧૦ના મથાળે ખૂલી એક તબક્કે ૪૯,૬૧૭ સુધી ઘટયા બાદ ઉછાળા સ્વરૂપે ૫૧,૩૮૬ની સપ્તાહની નવી ઊંચી સપાટી સ્પર્શ્યા બાદ વેચવાલી નીકળતાં ૪૮,૮૯૦ની સપ્તાહની નવી નીચી સપાટી સ્પર્શી અંતે ૪૯,૧૦૦ના મથાળે બંધ રહેલ છે, જે તેના આગલા સાપ્તાહિક બંધ ૫૦,૮૯૦ની સરખામણીમાં ૧,૭૯૦ પોઇન્ટનો ભારે અફરાતફરી ભર્યો ઘટાડો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન વૈશ્વિક પરિબળો તથા એનએસઈએફઓમાં ફેબ્રુઆરી એક્સ્પાયરીના એક દિવસ પહેલાં ટેક્નિકલ ક્ષતિના કારણે ચાર કલાક ટ્રેંડિગ થંભાયા બાદ સવા કલાક માટે કેડિગ ચાલુ થયુંને કારણે અપાર અફરાતફરી રહી હતી અને સપ્તાહને અંતે ભારે નરમાઈનો માહોલ રહ્યો હતો. એકંદરે આંતરપ્રવાહો નબળા જણાય છે.

હવે ચાર્ટની દૃષ્ટિએ ઇન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો… ૪૫,૬૦૦-૪૪,૯૦૦ નજીકનો તથા ૪૧,૦૦૦ના મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૩૬,૫૦૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં વધઘટે ૫૩,૬૦૦ તથા તે ઉપર બંધ જળવાતાં ૬૩,૯૦૦નો આંક આવશે. હવે આગામી સપ્તાહ અંગે ઇન્ડેક્સની ચાલ વિચારીએ તો… આરંભિક વધુ ઘટાડા થકી ૪૮,૮૮૩ તથા ૪૮,૭૩૨-૪૮,૬૬૩ની નીચી સપાટી આવશે, જે ટેકા ધ્યાનમાં રાખવા. ખરાબ સંજોગોમાં ૪૮,૬૬૩ તૂટતાં ૪૭,૯૫૭ તથા ૪૭,૫૮૯-૪૭,૩૮૦નું વધુ પેનિક જોવાશે. ઉપરમાં ૪૯,૩૪૦ નજીકની તથા ૪૯,૭૬૩-૪૯,૮૬૬ અને ૪૯,૯૨૫-૫૦,૦૦૬ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૫૦,૫૨૦નો સ્ટોપલોસ રાખવો.

નિફ્ટી માર્ચ ફ્યૂચર : (૧૪,૫૭૯) ૧૪,૭૩૯ નજીકની તથા ૧૪,૮૨૦ અને ૧૭,૮૭૦ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧૪,૯૫૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૪,૪૪૨-૧૪,૪૦૩ની આરંભિક નીચી સપાટી આવશે, જ્યાં લેવાલીના ટેકાની શક્યતા રહેશે, ફ્રેશ લેણમાં ૧૪,૩૭૦નો સ્ટોપલોસ અવશ્ય રાખવો. અત્યંત ખરાબ સંજોગોમાં ૧૪,૩૭૦ તૂટતાં ૧૪,૨૫૭ તથા તે બાદ ૧૪,૦૯૩-૧૪,૦૪૨નું વધુ પેનિક જોવાશે. ઉપરમાં ૧૪,૯૫૦ પાર થતાં ૧૫,૦૮૨ તથા ૧૫,૨૦૮ના વધુ ઉછાળા જોવાશે.

બેન્ક નિફ્ટી માર્ચ ફ્યૂચર : (૩૪,૮૭૦) ૩૫,૦૦૦ તથા ૩૫,૩૧૯ નજીકની તથા ૩૫,૬૩૩ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવલી જોવાશે, વેચાણમાં ૩૬,૧૨૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૪,૬૬૦ તૂટતાં ૩૪,૨૧૦ તથા ૩૩,૮૨૫-૩૩,૭૦૦ની આરંભિક નીચી સપાટી આવશે, જે મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. અત્યંત ખરાબ સંજોગોમાં ૩૩,૭૦૦ નીચે બંધ આવતાં ૩૩,૩૭૦-૩૩,૨૪૦નું વધુ પેનિક જોવાશે.

મહિન્દ્રા-મહિન્દ્રા : (૮૦૫) ૮૦૨ તથા ૮૩૬ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૮૫૨નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૭૭૮ની નીચી સપાટી આવશે, જ્યાં વેચાણમાં નફો કરવો.

મારુતિ : (૬,૮૭૩) ૬,૮૨૦નો ટેકો ધ્યાનમાં રાખવો, જે તૂટતાં ૬,૬૮૩-૬,૬૫૭, ૬,૫૫૪ તથા ૬,૪૨૩-૬,૩૮૮નો ઘટાડો જોવાશે. ઉપરમાં ૬,૯૫૦ નજીકની તથા ૭,૧૦૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે. ૭,૧૦૦ પાર થતાં ૭,૩૩૮ તથા ૭,૪૬૨ના ઉછાળા જોવાશે.

કોટક બેન્ક : (૧,૭૮૩) ૧,૮૩૮ તથા ૧,૮૫૨ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧,૮૬૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૭૪૧-૧,૭૩૦ની આરંભિક નીચી સપાટી આવશે. ખરાબ સંજોગોમાં ૧,૭૩૦ તૂટતાં ૧,૬૫૫નું પેનિક જોવાશે.

શ્રીરામ ટ્રાન્સપોર્ટ : (૧,૨૮૩) ૧,૩૧૭ તથા ૧,૩૩૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧,૩૬૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૨૪૭ની આરંભિક નીચી સપાટી આવશે. ૧,૨૪૭ તૂટતાં ૧,૨૦૯ તથા ૧,૧૩૨નું પેનિક જોવાશે.

સ્ટેટ બેન્ક : (૩૯૦) ૩૮૫નો ટેકો ધ્યાનમાં રાખવો, જે તૂટતાં ૩૬૫-૩૬૦નો ઝડપ ઘટાડો જોવાશે. ઉપરમાં ૩૯૭ તથા ૪૦૧ નજીકની તથા ૪૦૬ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે, વેચાણમાં ૪૧૫નો સ્ટોપલોસ રાખવો. ૪૧૫ પાર થતાં લઇને વેપાર કરવો, સુધારા થકી ૪૪૧નો ભાવ આવશે.

એશિયન પેઇન્ટ : (૨,૨૭૭) ૨,૨૩૯ અત્યંત મહત્ત્વનો ટેકો ઘટાડે ધ્યાનમાં રાખવો, જ્યાં લેવાલીનો ટેકો જોવાશે. અત્યંત ખરાબ સંજોગોમાં ૨,૨૩૯ નીચે બંધ આવતાં ૨,૦૪૬નું પેનિક જોવાશે. ઉપરમાં ૨,૩૩૦ તથા ૨,૩૬૨ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે. ૨,૩૬૨ પાર થતાં ૨,૪૬૩નો સુધારો જોવાશે.

એલએન્ડટી ઇન્ફો : (૩,૫૯૮) ૩,૭૦૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૩,૭૮૧નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩,૩૩૬ તથા ૩,૦૬૨નો ઝડપી ઘટાડો જોવાશે.

ઓરોબિંદો ફાર્મા : (૮૫૫) ૮૪૪નો ટેકો ધ્યાનમાં રાખવો, જે તૂટતાં ૮૨૩ તથા ૮૧૧-૮૦૬નો ઘટાડે જોવાશે. ઉપરમાં ૮૭૨-૮૭૮ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૮૯૦નો સ્ટોપલોસ રાખવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન