FriendShip Day Spcl: દોસ્તી જબ કિસી સે કી જાયે દૂશ્મનો કી ભી રાય લી જાયે - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Friendship Day
 • FriendShip Day Spcl: દોસ્તી જબ કિસી સે કી જાયે દૂશ્મનો કી ભી રાય લી જાયે

FriendShip Day Spcl: દોસ્તી જબ કિસી સે કી જાયે દૂશ્મનો કી ભી રાય લી જાયે

 | 7:40 am IST
 • Share

મિત્ર, દોસ્ત, સ્નેહી, ભેરૂ, દોસ્તાર, નાતાદાર, ગોઠ કેટકેટલા સંબોધનોથી સમૃધ્ધ લાગણીની નાગરવેલથી માનવતાના હોઠે લાલી છે..છતાંય મિત્રતામાં સુખ-દુખના સરવાળા સદીઓથી રહ્યાં છે. એકબીજાના સુખે સુખી હોવુ એ જ મિત્રતાનું પરિમાણ…
પૂર્વી બ્રહ્મભટ્ટ કહે છે.

 • જરીકે દર્દ ઓછુ થતું ન હોય દોસ્ત જો તારૂ તને રાહત થતી હો તો મને વાગળી શકે છે તું
  મિત્રના સ્પર્શ માત્રથી દર્દનું બાષ્મ થવું નિર્માણ છે. દોસ્ત ભેટે એટલે દર્દ રવાના થાય તેવો વિશ્વાસ પાયામાં હોય છે. શંકાનું ત્યાં સ્થાન નથી,
  કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે..
 • કોઈ શંકા પર ન બાંધો દોસ્તી નહીં ટકે એ જો હશે પાયો ગલત
  મિત્રતા કરવી સહેલી મિત્રતા રહેવા દેવી અઘરી છે એટલે રાહત ઈન્દારો કહે છે
  દોસ્તી કરતી વખતે નબળાની સંગત ન થઈ જાય તે માટે દૂશ્મનનું મોઢુ બોલાવવા જવુ પડે તોય જવું કારણ કે કયારેક આ મિત્રતા જ પછડાનું કારણ બની શકે
  કવિ ગૌરાંગના શબ્દોમાં
 • દૂશમન તો એક પણ મને જીતી શકયો નહીં હારી હું જાઉં એમ કોઈ મિત્રતા કરે
  મિત્રતામાં કયારેક એવા વળાંકોય આવે જયારે દૂશ્મનો બેરોજગાર બનીને રહી જાય. આપણે ત્યાં જેમ કૃષ્ણ-સુદામાની મિત્રતા પ્રખ્યાત છે તેમ અંગ્રેજી સાહિત્યમાં સીઝર-બ્રુટસની દૂશ્મનીમાં પરિવર્તીત થયેલી મિત્રતા ખૂબ જાણીતી છે. એ સંદર્ભનો હેમાંગ જોશીનો શેર..
 • હાથ જાણીતો ન હોવો જોઈએ પીઠમાં ખંજર હશે તો ચાલશે
  હેમાંગ જોશી ખંજર કહીને વાત ટૂંકાવે છે પણ કવિ હેમેન શાહનો ખૂબ પ્રખ્યાત શેર છે..
 • ત્યાં મિત્રતાનો અર્થ ચોખ્ખો લખ્યો હશે જુલીયસ સીઝસી પીઠનું ખંજર તપાસ કર
  મિત્રનો એક અર્થ સૂર્ય થાય. સૂર્યની હાજરી હોય તેજ બતાવે કે અંધકારની ત્યાં જગ્યા નથી. અને ઉદાસીનતા અંધકારને ઉલેચવા માટે આહવાન કરતો ભાવિન ગોપાણીનો શેર જૂઓ
 • હું ઉદાસીના કૂવે ડૂબ્યો છુે, મિત્ર. નાખ, તારી હાજરીનું દોરડુ
  મિત્ર એકરંગો હોવો જોઈએ જે ફાટે પણ ફીટે નહીં દૂધને એક દિવસ ઘમંડ આવ્યું અને પાણીને કહે કે અમારી અંદર તમે ભળ્યા તો તમારી કિંમત વધી ગઈ પાણી કાંઈ બૌલ્યું નહીં પણ જયારે તપેલી ચૂલે ચડી ત્યારે દૂધની પહેલાં પાણી સળગી ગયું. મિત્રતામાં આ મૌન ન્યોચ્છાવરીનો મહિમા છે. કવિ સલીમ શેખ સાલસના શબ્દોમાં…
 • હોય ના મારો સમયને સાથ દે એ દોસ્ત હું શોધી રહ્યો છુ.
  ..રાહ જોનારા બજારે ત્રાંબિયામાં તેર તો હમણાં મળે છે.
  આ પહેલાં તાળી મિત્રોની સામે ભાગ્યશાળી મિત્રોની ફોજનું નિશાનગ્રહણ છે જે દિશાઓને ગજવે છે.
  ઘણીવાર મિત્ર સામેની ફોજમાં ચાલ્યો જાય ત્યારે રકીબ(દૂશ્મન)ને પણ મુબારકબાદી આપવી પડે. તાહીર ફરાઝનો ખૂબસુરત શેર..
 • આ ગલે લગજા મુબારક હો તુઝે મેરે રકીબ કલ તલક જો શખ્સ મેરા થા તેરા હો ગયા.
  પરાયા થઈ ગયેલા મિત્ર માટેનો આક્રોશ ગમે તેટલો ઊંચે જાય પણ વિશ્વાસનો ગુરૂત્વાકર્ષણ એટલો પ્રબળ હોય છે કે એ તો પુકારી ઉઠે છે…
 • શ્વાસ કરતા પણ વધુ વિશ્વાસ છે મિત્ર! તું ભગવાનથી પણ ખાસ છે
  કવિ વિવેક ટેઈલર
  મિત્રદિનની ઉજવણીના અવસરે વિશ્વમાં જેની જેની વચ્ચે કડવાહટના બીજ રોપાયા હોય ત્યાં પુનઃ મિત્રતાના મધુ સિંચાય અને વિશ્વ એક મોટુ મિત્રમંડળનું રૂપ લે તેવી શુભકામનાઓ
  – સંકલન:  સ્નેહી પરમાર

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો