કોંગ્રેસને હજી પણ લાગી રહ્યો છે ભય, આ રીતે BJP બગાડી શકે છે તૈયારી - Sandesh
NIFTY 11,008.05 +0.00  |  SENSEX 36,519.96 +0.00  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કોંગ્રેસને હજી પણ લાગી રહ્યો છે ભય, આ રીતે BJP બગાડી શકે છે તૈયારી

કોંગ્રેસને હજી પણ લાગી રહ્યો છે ભય, આ રીતે BJP બગાડી શકે છે તૈયારી

 | 9:41 am IST

કર્ણાટકમાં બહુમત પરિક્ષણમાં અસફળ થયા પછી પણ BJP હાલમાં પર રાજ્યમાં પોતાની સરકાર બનાવવની આશાને નથી છોડી રહી. બુધવારે કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. એચડી કુમારસ્વામી આ સરકારના મુખિયા બનશે.

આ બધા ઘટનાક્રમ થવા છતાં BJP વિપક્ષના ધારાસભ્યોમાં કોમ્યુનિટી, લિંગાયત અને આદિવાસી કાર્ડ પર રમત રમી રહી છે કારણ કે કોંગ્રેસ-જેડીએસની રમત ખરાબ થઇ શકે. કોંગ્રેસ અને જેડીએસને પણ આવતનો ભય છે અને તેઓ પોતાના ધારાસભ્યોને સમજાવવામાં પડ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે નવી સરકારના ગઠન પછી કર્ણાટકમાં નાટક યથાવત રહી શકે છે. BJP ચીફ અમિત શાહનું માનવું છે કે બીજેપી કોંગ્રેસને ઝાટકો આપી શકે છે. શાહે સોમવારે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને ‘નજરકેદ’ કરવા પર તાનો મારતા જણાવ્યું કે, ‘હોટેલ રૂમમાં બંધ ધારાસભ્યોને હાલમાં પણ ખુલ્લા મુકવામાં આવે તો કોંગ્રેસ-જેડીએસ બહુમાંતનો આંકડો પાર કરી શકત નહીં.

કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે અચાનક બનેલા આ ગઠબંધનથી ધારાસભ્યો ગભરાયેલા છે. ધારાસભ્યોને જીતની ઉજવણી પણ કરવા દેવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે કુમારસ્વામીની સરકારમાં કર્ણાટક કોંગ્રેસ ચીફ જી પરમેશ્વરા ડેપ્યુટી સીએમ બની શકે છે. પરમેશ્વરા દલિત છે. પરંતુ બીજેપી રાજ્યમાં લિંગાયતને ડેપ્યુટી સીએમ બનાવવાની થીયરી બહાર પડી રહી છે.

કોંગ્રેસમાં સૌથી વધુ લિંગાયત ધારાસભ્યો છે. કોંગ્રેસના 16 ધારાસભ્યો લિંગાયત સમુદાયથી છે, વોક્કાલીગા સમુદાયથી 11 ધારસભ્યો છે. કુમારસ્વામી વોક્કાલીગા છે. આવા સમાચારો પણ મળી રહ્યા છે કે કેબિનેટમાં મુસ્લિમોને પણ મોટું પ્રતિનિધિત્વ મળી શકે છે. કોંગ્રેસમાં 7 ધારાસભ્યો મુસ્લિમ છે.

BJPના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, ‘બીએસ યેદીયુરપ્પાના રાજીનામાં પછી વાત પૂરી રીતે ખતમ નથી થઇ. કર્ણાટકમાં રમતતો હજી હવે શરૂ થઇ છે. આ રમતથી રાષ્ટ્રીય રાજનીતિમાં ઘણો બદલાવ આવશે.’

BJP ચીફ શાહે સોમવારે કહ્યું કે, ‘જનાદેશ કોંગ્રેસ વિરુદ્ધ હતો. BJPને રોકવા માટે આ બંને પક્ષ એક થઇ ગયા અને સરકાર બનાવી રહ્યા છે. પરંતુ આ કોશિશ સફળ નહીં થાય કારણ કે તેમની પાસે જનતાનો સપોર્ટ નથી.