તાપસી પન્નુની ‘ધ ગાઝી અટેક’નું ટ્રેલર રિલીઝ, નજર આવ્યા ઓમ પુરી

490

ફિલ્મનિર્માતા કરણ જોહરની દ્વિભાષી ફિલ્મ ‘ધ ગાઝી અટેક’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં અભિનેતા રાણા દગ્ગુબાતી અને પિંક ફેમ તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે. આ બંન્ને કલાકાર આ પહેલા પણ સાથે કામ કરી ચૂક્યા છે. ફિલ્મનાં ટ્રેલરમાં અમિતાભ બચ્ચને અવાજ આપ્યો છે.

તમને જણાવી દઇએ કે, ‘ધ ગાઝી અટેક’ને ભારતની પ્રથમ એવી ફિલ્મ બતાવવામાં આવી રહી છે, જે સમૂદ્ર યુદ્ધ પર આધારિત હશે. આ પહેલા કરણ જોહરે ફિલ્મનાં ટ્રેલરનાં રિલીઝની જાણકારી ટ્વિટર પર આપી હતી. કરણે આ ફિલ્મ એએ ફિલ્મ્સ, મૈટિની એન્ટરટેનમેન્ટ અને પીવીપી સિનેમા સાથે મળીને બનાવી છે. ફિલ્મની રિલીઝ ડેટ 17 ફેબ્રુઆરી 2017 નક્કી કરવામાં આવી છે.

સંકલ્પ રેડ્ડી નિર્દેશિત આ ફિલ્મ પાકિસ્તાનની સબમરીન ‘પીએનએસ ગાઝી’નાં સહસ્યમય રીતે ડૂબવા વિશે બતાવવામાં આવી છે. ફિલ્મ આંશિક રૂપે સંકલ્પ રેડ્ડી દ્વારા લખેલ પુસ્તક ‘બ્લૂ ફિશ’ પર આધારિત છે. આ ફિલ્મમાં રાણા દગ્ગુબાતી નેવી અધિકારીનાં રૂપમાં નજર આવશે ત્યાં જ તાપસી શરણાર્થીની ભૂમિકામાં છે. ટ્રેલરમાં પાકિસ્તાની નેવી અને ભારતીય નેવીનાં યુદ્ધને ખુબ જ માર્મિક રીતે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ટ્રેલરમાં દિવંગત અભિનેતા ઓમ પુરી ભારતીય નેવી અધિકારીની ભૂમિકામાં નજર આવી રહ્યા છે.