The girl has gone to Dandiya class The administrator rape
  • Home
  • Gujarat
  • દાંડિયાનાં ક્લાસમાં જવું યુવતીને પડ્યું ભારે, સંચાલકે ગુજાર્યું દુષ્કર્મ

દાંડિયાનાં ક્લાસમાં જવું યુવતીને પડ્યું ભારે, સંચાલકે ગુજાર્યું દુષ્કર્મ

 | 10:12 pm IST

લગ્નની લાલચ આપી અમરોલીની યુવતી પર વારંવાર બળાત્કાર કરનારા દોઢિયા ક્લાસના સંચાલકની કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. દોઢિયા ક્લાસના સંચાલકે મારી સગાઈ થઈ ગઈ છે, અને ‘મારી સગાઈ તોડવાની કોશિશ કરશે તો જીવતી છોડીશ નહી’, એવી ધમકી આપતા આખો મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ અમરોલીની યુવતીએ ગઈકાલે ગૌરવ ઉર્ફે ગોપાલ બાબુભાઈ ત્રાપસિયા (રહે. નીલમબાગ સોસા., શ્યામધામ ચોક, સુરત) વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. તેણીની ફરિયાદ મુજબ તેઓ વર્ષ 2016માં વરાછા વિસ્તારમાં રહેતા હતા. તે સમયે અહીં ચાલતા રસોડાના સામાનના ગોડાઉનમાં આવતા ગૌરવ સાથે તેણીની આંખો મળી ગઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જાન્યુઆરી-2017માં ગૌરવે કાપોદ્રા, ચીકુવાડી ખાતે ખોડિયાનગરમાં ટહુકાર ક્લાસિસ નામથી દોઢિયા ગરબા ક્લાસ શરૂ કર્યો હતો. એક દિવસ સાંજના સમયે ગૌરવ તેણીને અહીં ફરવાના બહાને લઈ આવ્યો હતો. ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ગૌરવે લગ્ન કરવાની વાત કરી હોય તેણીએ આ બાબતે કોઈને જાણ કરી ન હતી.

આ રીતે ગૌરવે સીમાડા નહેર ખાતે દોઢિયા ક્લાસ શરૂ કર્યો હતો. અહીં તેણે ફરવા જવાને બહાને લઈ જઈ લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. એક દિવસે તેમની સોસાયટીમાં આવી વોચમેનની રૂમમાં લઈ બળાત્કાર કર્યો હતો. તેણીને ગૌરવની સગાઈની જાણ થતાં અને તેને ફોન કરી પૂછતા તેને ધમકી મળી હતી. જેને પગલે આખો મામલો કાપોદ્રા પોલીસમાં પહોંચ્યો હતો. બનાવ અંગે પીએસઆઈ એચ. એલ. કડછા તપાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન