અરે બાપ રે ! આ છોકરીનું દિલ શરીરની બહાર ધબકે છે, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટો
એક અમેરિકન યુવતી હાલમાં ખૂબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. યુવતીનું નામ વિરસાવી ગોંચારોવા (Virsaviya Goncharova) છે. ફોટામાં જોઇ શકાય છે કે ગોંચારોવા(Virsaviya Goncharova)નું હ્યદય છાતીથી બહાર છે. હકીકતમાં ગોંચારોવાના પેટની પાંસળી અને સ્નાયુઓ ખોટી રીતે રચાયા છે. જેના કારણે ગોંચારોવાને આ સમસ્યા આવી રહી છે. વિરસાવીયા ગોંચારોવા(Virsaviya Goncharova)ને કેન્ટ્રેલ ડિસઓર્ડરની પેન્ટાલોજી(PentalogyofCantrell) છે. આ રોગ બાળકોમાં જન્મજાત હોય છે. આને કારણે,ગોંચારોવાના હૃદયની છાતી પર અનોખી રીતે ઉભરી આવ્યું છે. જાણો કે કેન્ટ્રેલ ડિસઓર્ડરની પેન્ટાલોજી સિવાય વિરસવીયા ગોંચારોવા(Virsaviya Goncharova)ના હૃદયમાં એક છિદ્ર પણ છે. આ કારણોસર ગયા વર્ષે ગોંચારોવાને 2020નો મોટાભાગનો સમય હોસ્પિટલમાં વિતાવવો પડ્યો. આ સમય દરમિયાન તેનું ઓક્સિજનનું સ્તર પણ નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું. સારવારના 2 અઠવાડિયા પછી તેનું ઓક્સિજનનું સ્તર સામાન્ય થઈ ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન