The global economy is shaken up by the Corona virus crisis
  • Home
  • Budget
  • કોરોના વાઈરસના સંકટને લઈ વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને મોટો ઝાટકો, ભારત પણ નહી રહે બાકાત

કોરોના વાઈરસના સંકટને લઈ વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને મોટો ઝાટકો, ભારત પણ નહી રહે બાકાત

 | 3:30 pm IST

કોરોના વાઈરસનો પ્રકોપ સમગ્ર દુનિયામાં છે ત્યારે ભારત દેશ પણ તેના પ્રકોપથી દૂર નથી. કોરોનાની મહામારીના કારણે મૂડીઝે ભારતની GDP અનુમાનને કેલેન્ડર વર્ષ 2020 માટે 5.3 ટકામાંથી ઘટાડીને માત્ર 2.5 ટકા કરી દીધું છે. કોરોના વાઈરસના સંકટને લઈને મૂડીઝનું કહેવું છે કે તેનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટો ઝાટકો લાગશે.

એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, Covid_19ના પ્રકોપના કારણે ઈકોનોમિને સતત નુકસાન થઈ રહ્યું છે. એવામાં રેટિંગ એજન્સીઓ વિશ્વ સહિત ભારતના GDP ગ્રોથનું અનુમાન ઘટાડી રહી છે. મૂડીઝે ભારતના GDP અનુમાનને કેલેન્ડર વર્ષ 2020 માટે 5.3 ટકાથી ઘટાડીને માત્ર 2.5 ટકા કર્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આઉટલુક 2020-21માં અનુમાનિત વૃદ્ધિ દરના હિસાબથી ભારતમાં 2020માં આવકમાં ઝડપી ઘટાડો થઈ શકે છે. તેનાથી 2021માં ઘરેલુ માંગ અને આર્થિક સ્થિતિમાં સુધારાનો દર પહેલાથી વધુ પ્રભાવિત થઈ શકે છે.

ભારતમાં બેન્કો અને નોન બેન્કિંગ નાણાંકીય કંપનીઓની પાસે કેશના ભારે ઘટાડાના કારણે ભારતમાં લોન મેળવવાને લઈને પહેલા કરતા વધુ મશ્કેલી થશે.

ઉલ્લેખનીય છે કે ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વિશ્વના 199થી વધુ દેશોને તેના ભરડામાં લઈ ચુક્યો છે. અત્યાર સુધીમાં કોરાનાના કારણે 24000થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. વિશ્વના 50થી વધુ દેશોના 170 કરોડ લોકો કોરોનાને કારણે ઘરમાં કેદ રહેવા મજબૂર છે.

આ વીડિયો પણ જુઓ : સિદ્ધપુરમાં યુવક બેહોશ થતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન