Lord Jagannath Temple in Ahmadabad, Video BhaktiVideo
  • Home
  • Featured
  • અમદાવાદમાં બિરાજીત ભગવાન જગન્નાથના મંદિરનો જાણીશું મહિમા, Video

અમદાવાદમાં બિરાજીત ભગવાન જગન્નાથના મંદિરનો જાણીશું મહિમા, Video

 | 9:02 am IST

અમદાવાદમાં બિરાજીત ભગવાન જગન્નાથના આજે કરીશું દર્શન. આમ તો પુરીનુ જગન્નાથ મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે પરંતુ અમદાવાદના જમાલપુરમાં આવેલુ જગન્નાથનું ધામ પણ સવિશેષ મહત્વ ધરાવે છે. અહિં ગર્ભગૃહમાં જગતનો નાથ દર્શન આપે છે બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે નાથને વંદન કરતા જ તમામ મનોકામના સાકાર થાય છે. તો આવો અમદાવાદના જગન્નાથ મંદિરનો મહિમા સાથે મળીને જાણીએ.

જગન્નાથજી ભગવાન આખા નગરની ચર્યાએ નીકળશે અષાઢી બીજે સજીધજીને જગતનો નાથ નગરચર્યાએ નીકળે છે. ત્યારે ભક્તોને પાવન દર્શન કરવા મળે છે. હવે ભગવાનની રથયાત્રા સુધી સતત મંદિરમાં અવનવા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.

ભગવાનના ચરણોમાં મસ્તક નમાવવાથી તમામ મનોકામના પૂર્ણ થશે. આખુ વર્ષ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હોય તે રથયાત્રાના પડઘમ વાગી રહ્યા છે. જગતના નાથને નીહાળવાના આ અનોખા અવસરને આપણે પણ તૈયાર થઈ જઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન