The government created SIT for defaulters who did not pay for the purchase of cloth
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના આ ખાસ માર્કેટમાં 1000 કરોડની વસુલાત માટે સરકારે બનાવી SIT

અમદાવાદના આ ખાસ માર્કેટમાં 1000 કરોડની વસુલાત માટે સરકારે બનાવી SIT

 | 5:49 pm IST

કાપડની ખરીદી કરી નાણાં નહીં ચૂકવનાર બિંદાસ્ત ફરતા ડિફોલ્ડરો કાયદાના સકંજામાં આવશે (Defaulters will be Subject to The Law). આવા ડિફોલ્ડરો સામે પગલા ભરવા વેપારીઓની માંગ બાદ SITની રચના કરવામાં આવી છે.

અમદાવાદ કાપડનું માન્ચેસ્ટર (Manchester of Ahmedabad Textiles) ગણાય છે. ટ્રેડ ઇન્ડસ્ટ્રીનું વાર્ષિક 1 લાખ કરોડનું ટર્ન ઓવર છે. જોકે છેલ્લા કેટલાક સમયથી આ માર્કેટમાં ડિફોલ્ડરોની સંખ્યા વધી છે અને તેમાંય કોરોના મહામારીમાં વેપારીઓના કરોડો રૂપિયાના પેમેન્ટ અટવાયા છે. ઉધારી પર ચાલતા આ ધંધામાં પેમેન્ટ કાઢવું ખૂબ મુશ્કેલ બને છે. વેપારીઓ પોતાના અટવાયેલા પેમેન્ટ માટે આવા ડિફોલ્ડરો સામે સ્થાનિક પોલીસને ફરિયાદ કરે છે. પણ સ્થાનિક પોલીસ પાસે અન્ય કામ હોવાથી ત્વરિત નિકાલ નહોતો આવતો. ત્યારે આ પેમેન્ટ નહીં ચૂકવનાર ડિફોલ્ડરો સામે કાયદાકીય પગલાં ભરવા વેપારીઓએ ગૃહ મંત્રીને રાજુવાત કરી SITની રચના કરવા માંગ કરી હતી. જે બાદ JCP અને કાપડના વેપારીઓના 9 સભ્યોની SIT ટીમ બનાવમાં આવી છે. જે આવા ડિફોલ્ડરો દલાલો સામે કાયદાકીય કાર્યવાહી કરશે.

કાપડનું માર્કેટ એ વિશ્વાસ પર ચાલતું માર્કેટ છે. આ માર્કટનું દરરોજનું 1500 કરોડનું ટર્ન ઓવર છે. અમદાવાદથી ભારતભરમાં કાપડનું વેચાણ થાય છે. અમદાવાદના 50 હજાર વેપારીઓ તેમની રોજી આ વ્યવસાયમાંથી મેળવે છે. પણ તેની સાથે કાપડની ખરીદી કરીને પેમેન્ટ નહીં ચૂકવનારની સંખ્યા 5 વર્ષથી વધી રહી છે. મહિનામાં 100 જેટલા કેસો કાપડની ખરીદી કારીને પૈસા નહીં આપવાના સામે આવે છે. જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું આર્થિક નુક્શાનં થાય છે. જેના કારણે 1 હજાર કરોડ રૂપિયા કાપડના વેપારીઓને આવા ડિફોલ્ડર પાસેથી વસુલ કરવાના બાકી છે. અને કેટલાક એવા ડિફોલ્ડરો છે જેમને કરોડો રૂપિયાના કાપડનાં પેમેન્ટ ચૂકવ્યા નથી. ત્યારે હવે આ SIT આવા ડિફોલ્ડરોને શોધી તેમની સામે ઝડપથી કાયદાકીય કાર્યવાહી કરશે.

અમદાવાદના અલગ પોલીસ સ્ટેશનની ભૂતકાળમાં થયેલી ફરિયાદનો ઉકેલ કરી વેપારીઓના અટવાયેલા પૈસા પાછા આપવામાં SIT સફળ થાય છે કે કેમ તે એક પડકાર રહેશે.

આ વીડિયો પણ જુઓ : જૂનાગઢના માણાવદરમાં વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન