The government has made a new announcement on the non-secretarial examination
  • Home
  • Featured
  • બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કર્યા બાદ સરકારને થયું બ્રહ્મજ્ઞાન, લીધો આ મોટો નિર્ણય

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કર્યા બાદ સરકારને થયું બ્રહ્મજ્ઞાન, લીધો આ મોટો નિર્ણય

 | 5:23 pm IST

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ છેલ્લા સમયે રદ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યનાં યુમાનો પોતાના અને પરિવારના સપના પુરા કરવા પરીક્ષા પાસ કરવા માટે દિવસ રાત જોયા વિના સતત મહેનત કરનાર વિદ્યાર્થીઓમાં ગુસ્સો અને હતાશા જોવા મળી રહી છે. વારંવાર આવી રીતે પરીક્ષાઓમાં છેલ્લા સમયે કરવામાં આવતા ફેરફારોથી વિદ્યાર્થીઓની તૈયારીઓ પર પાણી ફરી વળે છે અને પૈસાનું પણ પાણી થાય છે. ત્યારે હવે સરકારને બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કર્યા બાદ બ્રહ્મ જ્ઞાન થયુ છે.

બિનસચિવાલયની પરીક્ષા પર સરકારને હવે બ્રહ્મજ્ઞાન થયુ છે. વિદ્યાર્થીઓના આક્રોશને જોતા સરકારે નવી જાહેરાત કરી છે. આગામી 1 મહિનામાં નવી જાહેરાત આવશે તેવું સરકાર દ્વારા કહેવમાં આવ્યું છે. હાલની 3500 જેટલી જગ્યામાં વધારો કરવામાં આવશે અને અંદાજે 4500 જેટલી નવી ભરતી સરકાર દ્વારા કરાશે.

જોકે બિનસચિવાલયની પરીક્ષામાં સ્નાતક સુધીનો અભ્યાસ ફરજિયાત રહેશે તેમા કોઇ છૂટ આપવામાં આવી નથી. ત્યાં જ વય મર્યાદામાં છૂટછાટ મળી શકે છે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 20મી ઓક્ટોબરનાં રોજ લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય કર્યો હતો, તેની સાથે ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી હતી. જોકે, પરીક્ષાની નવી તારીખ અંગે કંઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ વીડિયો પણ જુઓ : ગાંધીનગર ખાતે મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન