The government has not yet made a decision on cryptocurrency advertisements
  • Home
  • Business
  • ક્રિપ્ટોકરન્સીની જાહેરાતો અંગે સરકારે હજુ કોઈ નિર્ણય કર્યો નથી : સીતારમણ

ક્રિપ્ટોકરન્સીની જાહેરાતો અંગે સરકારે હજુ કોઈ નિર્ણય કર્યો નથી : સીતારમણ

 | 9:15 am IST
  • Share

 

  • ક્રિપ્ટોકરન્સીનો બિઝનેસ એક જોખમોથી ભરપૂર ક્ષેત્ર

  • ઈડી આઠ ક્રિપ્ટો છેતરપિંડી કેસની તપાસ કરી રહ્યું છે 

  • ક્રિપ્ટો બિલ ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવાની નાણાપ્રધાનની જાહેરાત 

 

ક્રિપ્ટોકરન્સીના વેપારમાં જોખમનો ઉલ્લેખ કરતાં નાણાપ્રધાને જણાવ્યંુ હતું કે તેના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખવા અત્યંત જરૂરી છે. તેમણે એક સવાલના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે દેશમાં ક્રિપ્ટોકરન્સીના સંદર્ભમાં છેતરપિંડીના કેસ નોંધાઇ રહ્યા છે. હાલમાં આવા આઠ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ ચાલી રહી છે. 

 

પહેલા દિવસે બિટકોઇન પર સવાલ ઊઠયો હતો    

શિયાળુ સત્રના પ્રથમ દિવસે બિટકોઇનની લેવડદેવડને લઇને પુછાયેલા સવાલનો જવાબ આપતાં નાણાપ્રધાને લોકસભાને જણાવ્યું હતું કે બારત સરકાર બિટકોઇનની લેવડદેવડના ડેટા એકત્ર કરતી નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દેશમાં બિટકોઇનને ચલણ તરીકેની માન્યતા આપવાનો પણ કોઇ પ્રસ્તાવ નથી. 

 

 

સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ ચૂકી છે અને તેના પ્રથમ દિવસથી જ ક્રિપ્ટોકરન્સીને લઇને સવાલ-જવાબ શરૂ થઇ ગયા છે. સત્રના બીજા દિવસે મંગળવારે રાજ્યસભામાં બોલતાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકાર તરફથી હજુ સુધી ક્રિપ્ટોકરન્સીને સંબંધિત જાહેરાતો ઉપર પ્રતિબંધ મૂકવાનો કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને મૂડી બજારના નિયમનકાર સેબીના માધ્યમથી તેને લઇને લોકોમાં જાગરૂકતા ઊભી કરવા માટેનાં પગલાં ભરવામાં આવ્યાં છે.

કેન્દ્રીય કેબિનેટમાં મંજૂર કરાયા બાદ તેને સંસદમાં રજૂ કરવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેને લઇને તૈયાર કરવામાં આવેલ ક્રિપ્ટો બિલ ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવામાં આવશે અને ઉમેર્યું હતું કે કેન્દ્રીય કેબિનેટમાં મંજૂર કરાયા બાદ તેને સંસદમાં રજૂ કરવામાં આવશે. તેમણે પ્રશ્નોનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સીનો બિઝનેસ એક જોખમોથી ભરપૂર ક્ષેત્ર છે અને તે સંપૂર્ણ નિયમનકારી માળખામાં નથી. તેથી તેના ઉપર સારી રીતે વિચાર કરવો જરૂરી છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો