The government has sought parliamentary approval to spend an additional Rs 3.73 lakh crore
  • Home
  • India
  • સરકારે વધારાના 3.73 લાખ કરોડ રૂપિયા ખર્ચવા સંસદની મંજૂરી માગી

સરકારે વધારાના 3.73 લાખ કરોડ રૂપિયા ખર્ચવા સંસદની મંજૂરી માગી

 | 12:01 am IST
  • Share

  • એર ઇન્ડિયાનાં વેચાણ પછી બાકી દેવું ચૂકવનાર કંપનીને 62,057 કરોડ આપવાના છે

  • આ ખર્ચમાં ફર્ટિલાઈઝર સબસિડીના 58,430 કરોડ છે

  • 15,000 કરોડ યુરિયાની સબસીડી પેટે ચૂકવવાના છે

સરકારે નવા નાણાકીય વર્ષમાં વધારાના 3.73 લાખ કરોડ રૂપિયા ખર્ચવા માટે સંસદની મંજૂરી માગી છે. લોકસભામાં મુકાયેલી નાણા વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ વધારાની માગણીની બીજી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ચોખ્ખો ખર્ચ 2.99 લાખ કરોડથી વધુ થશે તેમાંથી 74,517 કરોડ રૂપિયા વધારાનો ખર્ચ વિવિધ વિભાગોની બચતમાંથી સરભર થશે.

ર્ટિલાઈઝર સબસિડીના 58,430 કરોડ

વધારાના આ ખર્ચમાં ફર્ટિલાઈઝર સબસિડીના 58,430 કરોડ છે. જેમાંથી 43,430 કરોડ ફોસ્ફેટ અને પોટાસિક ખાતરની આયાતના ચૂકવવાના છે અને 15,000 કરોડ યુરિયાની સબસીડી પેટે ચૂકવવાના છે. વ્યાપાર વિભાગની વિવિધ યોજનાઓના 2,000 કરોડ અને નિકાસને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ હેઠળ ખર્ચ વિભાગ દ્વારા 53,000 કરોડ રૂપિયા ખર્ચાશે.

આ વધારાના ખર્ચમાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે 53,123 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને ગ્રામ્ય રોજગાર ગેરંટી માટે 22,039 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. મંજૂરી માટે મૂકવામાં આવેલી યાદી મુજબ નાગરિક ઉડ્ડયન વિભાગને 63,057 કરોડ રૂપિયા આપવામાં આવશે જેથી એર ઈન્ડિયાની અસ્ક્યામતો ધરાવતી કંપની AIAHL સરકારની ખાતરી ઉપર લેવામાં આવેલા કરજ ચૂકવી શકે અને જૂના દેવાં અને જવાબદારીઓનું ચુકવણું કરી શકે.

વધારાના 2,628 કરોડ રૂપિયા એર ઈન્ડિયાને અપાયેલી લોન અને અણધાર્યા ખર્ચના ભંડોળમાંથી આપવામાં આવેલા એડવાન્સીઝની ચુકવણી કરી શકાય એ માટે ફાળવવામાં આવશે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની વિવિધ યોજનાઓ અને ખાદ્ય તંગી તથા વેરહાઉસિંગ માટેના ખર્ચ પેટે 49,805 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. વ્યાપાર વિભાગને વ્યાજ માફી યોજનાઓ હેઠળની સબસિડીઓ પેટે 2,400 કરોડ રૂપિયા ખર્ચ થશે. ઉપરાંત 5,000 કરોડ રૂપિયા સંરક્ષણ અને 4,000 કરોડથી વધારે રૂપિયા ગૃહ વિભાગના ખર્ચ માટે ફાળવવામાં આવશે.

2021-22ના બજેટમાં સરકારે અંદાજિત ખર્ચ 34.83 લાખ કરોડ અંદાજવામાં આવ્યો હતો, પરંતુ સરકાર તરફથી મંજૂરી માટે સંસદમાં બે વખત રજૂ કરવામાં આવેલી ખર્ચની આ પૂરક યાદીઓ પછી બધું મળીને 3.73 લાખ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ ચાલુ નાણાકીય વર્ષમાં કરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો