The grandmother's video went viral on social media
  • Home
  • Featured
  • કોરોના કદાચ આવે તો પણ આ દાદીના દરવાજાથી જ પાછો જતો રહે, એનર્જી જોઈને જ ભલભલા ફફડી ઉઠે!

કોરોના કદાચ આવે તો પણ આ દાદીના દરવાજાથી જ પાછો જતો રહે, એનર્જી જોઈને જ ભલભલા ફફડી ઉઠે!

 | 10:40 pm IST

હાલમાં ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અનલોક 1ના તબક્કામાં કોરોનાનાં કેસો 600ને પાર નીકળી ગયા હતા. તો હવે અનલોક 2ના તબક્કામાં કોરોના કેસો 700ને નજીક પહોંચી ગયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં અત્યાર સુધીનાં સૌથી વધારે 687 કેસ નોંધાયા હતા. જ્યારે 18 દર્દીનાં મોત નિપજ્યા છે. ત્યારે હાલમાં એક જબરદસ્ત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે, આ દાદીમાંને કોરોનાનો બાપ પણ ન થઈ શકે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, દાદીમાં જોરદાર કસરત કરી રહ્યા છે. એક તરફ ટીવીમાં કરસતનો વીડિયો ચાલી રહ્યો છો તો બીજી તરફ દાદીમાં પુરા જોશ સાથે કસરત કરી રહ્યા છે. દાદીનો જુસ્સો જ કંઈક અલગ છે અને લોકો વખાણ કરવાથી થાકતાં નથી. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન