The great football player Pele made a shocking revelation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહાન ફુટબોલરનો ચોંકાવનારો ખુલાસો-‘મહિલાઓ સાથે અફેર અને બાળકોની સંખ્યા યાદ નથી’

મહાન ફુટબોલરનો ચોંકાવનારો ખુલાસો-‘મહિલાઓ સાથે અફેર અને બાળકોની સંખ્યા યાદ નથી’

 | 8:23 pm IST
  • Share

ફુટબોલ(Football) ની દુનિયાના દિગ્ગજ ખેલાડીઓમાંથી એક પેલે(Pele) એ પોતાની પર્સનલ જિંદગીને લઈને એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મહાન ફુટબોલર પેલે(Pele) ના કહેવા મુજબ તેમના ઘણી મહિલાઓ સાથે અફેર હતો અને તે નથી જાણતા કે તેમના કેટલા બાળકો છે.

Pele

મહાન ફુટબોલર પેલેએ તેના ઉપર બનેલી નેટફ્લિક્સની એક ડોક્યુમેન્ટ્રીમાં પોતાની પર્સનલ લાઈફને લઈને કેટલાક મોટા ખુલાસાઓ કર્યા છે. પેલેએ જણાવ્યું હતું કે ત્રણ વખત લગ્ન કર્યા પછી પછી તેમના ઘણી મહિલાઓ સાથે અફેર હતું.

Pele

પેલેએ આ સિવાય પણ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, તેમના કેટલા બાળકો છે તે પણ તેને ખ્યાલ નથી. પેલેએ કહ્યું કે, મારા ઘણા અફેર હતા જેમાં કેટલીક મહિલાઓને બાળકો થયા હતા. મને તેના વિશે પછી જાણકારી મળી હતી. પેલેએ કહ્યું કે હું મારી પત્ની અને ગર્લફ્રેન્ડ્સને જણાવ્યું હતું કે તે પોતાના સંબંધમાં લોયલ નથી રહ્યો. મારી પહેલી પત્ની, મારી પહેલી ગર્લફ્રેન્ડ તેમને મારી દરેક વાતનો ખ્યાલ હતો. હું ક્યારેય જુઠું નથી બોલતો.

Pele

જણાવી દઈએ કે 80 વર્ષના પેલેએ ત્રણ લગ્ન કર્યા હતા. તેમના 7 બાળકો થયા હતા. આ સાત બાળકોમાં સાંદ્રા મેકાડે પણ સામેલ છે. પરંતુ પેલે હંમેશા તેમની દીકરી માનવા તૈયાર નથી. મળતી માહિતી મુજબ સાંદ્રા મેકાડે પેલે અને તેમની હાઉસ મેડની દીકરી છે.

આ વીડિયો પણ જુઓઃ ભાવનગરમાં ભાજપનો દબદબો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન