ખલીએ સંભળાવી આપવીતિ- અઢી રૂપિયા ફિ ના ભરી શકવાના કારણે અપમાનિત થઈને છોડવી પડી શાળા

252

ધ ગ્રેટ ખલી એક એવું નામ છે જેને સાંભળતા જ પહાડ જેવા મોટો એક માણસ આંખો આગળ તરવરવા લાગે છે. WWEમાં અંડરટેકરથી લઈને બિગ શોને ધૂળ ચટાવનાર ખલીએ અત્યત ગરીબીથી પોતાની સફરની શરૂઆત કરી હતી. ખુશમીજાજ અને મહેનતી ખલીએ પોતાનું બાળપણ ખુબ જ ગરીબીમાં વિત્યું છે. પરંતુ સખત મહેનત કરીને દિલીપસિંહ રાણા ધ ગ્રેટ ખલી બન્યો હતો.

ખલીએ બાળપણની તે ક્ષણનો ખુલાસો કર્યો હતો, જે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. ધ ગ્રેટ ખલીએ એવો પણ સયમ જોયો છે કે, તેમના ગરીબ માતા-પિતા પાસે તેમની સ્કૂલની ફિ ભરવા માટે અઢી રૂપિયા પણ નહતા અને તે કારણે તેમનું નામ સ્કૂલમાંથી કમી કરી નાંખવામાં આવ્યું હતું. ખલીને 8 વર્ષની ઉમરમાં પ્રતિદિવસના પાંચ રૂપિયા કમાવવા માટે માળીની નોકરી કરવી પડી હતી. ખલીના બાળપણમાં લોકો તેમની ઉંચાઈ અને પહાડ જેવી કાયાના કારણે મજાક પણ ઉડાવતા હતા. પરંતુ પોતાની મજબૂત ઈચ્છાશક્તિના કારણે ખલીએ તે સ્થાન મેળવ્યું છે જે આજ સુધી કોઈ પહેલવાન મેળવી શક્યો નથી. ખલી WWEમાં ઈન્ડિયાનું નામ રોશન કરનાર પહેલા ભારતીય પહેલવાન છે.

આત્મકથામાં બહાર આવ્યું દુખ: ખલી અને વિનીત કે. બંસલે સંયુક્ત રૂપમાં એક પુસ્તક લખી હતી. જે પુસ્તકનું નામ છે “ધ મેન હૂ બિકેમ ખલી”. આ પુસ્તકમાં વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયનશીપ જીતનાર આ ધુરંધર પહેલવાનના જીવનના અનેક પાસા બહાર આવ્યા હતા. પુસ્તક અનુસાર વર્ષ 1979માં ઉનાળામાં ખલીને સ્કૂલમાથી નિકાળી દેવામાં આવ્યો હતો. વરસાદ ના થવાના કારણે ઉભો પાક બળી ગયો હતો અને ખલીના માતા-પિતા પાસે ફિ ભરવા જેટલા પણ પૈસા નહતા. તે દિવસે ખલીની ટીચરે તેમને આખી ક્લાસ સામે અપમાનિત કર્યો હતો. તે પછી તેમના સાથી વિદ્યાર્થીઓએ પણ તેમની મજાક કરવાનું શરૂ કરી દીધું હતું. તે પછી ખલીએ નક્કી કરી લીધું કે, તેઓ ક્યારેય સ્કૂલ જશે નહી.

ખલીએ જણાવ્યું કે, તે પછી તેઓ કામ કરવા લાગ્યા જેથી પરિવારવને મદદ કરી શકે. એક દિવસ પિતા સાથે હતોને ખબર પડી કે, ગામમાં દેનિક વેતન માટે એક વ્યક્તિની જરૂરત છે. મજૂરી પ્રતિદિવસે પાંચ રૂપિયા મળશે. મારા માટે તે સમયે ખુબ જ મોટી રકમ હતી. અઢી રૂપિયા ના હોવાના કારણે સ્કૂલ છોડવી પડી હતી જ્યારે પાંચ રૂપિયાતો તેના કરતાં ડબલ હતા. ખલીએ કહ્યું કે, વિરોધ છતાં તેમણે ગામમાં વૃક્ષના છોડ લગાવવાનું કામ કર્યુ હતું.