the use of cosmetics The greater is the harm to health
  • Home
  • Featured
  • કોસ્મેટિક્સનો વધારે ઉપયોગ આરોગ્ય માટે છે નુકસાન કારક

કોસ્મેટિક્સનો વધારે ઉપયોગ આરોગ્ય માટે છે નુકસાન કારક

 | 8:00 am IST

કોસ્મેટિક્સ એટલે સૌંદર્ય પ્રસાધનની આપણા શરીર પર થતી ખરાબ અસર વિશે કરેલ અભ્યાસો અને શોધથી કેટલીક ચિંતાજનક વાતો સામે આવી છે, જે સૌંદર્ય પ્રસાધનોના ગંભીર દુષ્પ્રભાવોની તરફ ઇશારા કરે છે. કોસ્મેટિક્સને બનાવામાં ઉપયોગ કરેલ કેમિકલ્સ મહિલાઓના હાર્મોન્સ અને ખાસ કરીને તેના રીપ્રોડક્ટિવ સિસ્ટમ પર ખૂબ જ અસર કરે છે.

એનવાયરનમેન્ટલ કેમિકલ્સ અને રીપ્રોડક્ટિવ ફ્ંક્શન પર તેની અસર આજકાલ રીપ્રોડક્ટિવ મેડિસીનના ક્ષેત્રમાં ચર્ચાનો હોટ ટોપિક બનેલ છે. વધારે કોસ્મેટિક્સ, જેમાં નેઇલ પોલિસ, એન્ટી બેક્ટેરિયલ સાબુ, એન્ટી એન્જિંગ ક્રીમ, હેર સ્પ્રે અને પરફ્યુમ વગેરે સામેલ છે, આ મહિલાઓની પ્રજનન ક્ષમતા પર ગંભીર અસર નાંખે છે, કારણકે તેમાં કેટલાંક ખૂબ જ ઝેરી અને ઘાતક કેમિકલ્સ પણ નાંખેલ હોય છે.

હાલના વર્ષોમાં મહિલાઓમાં વાંઝીયાપણું, ગર્ભપાત અને અંડાશયની અસામાન્ય કામગીરી પાછળ કેટલીક જાતના પ્રભાવી એન્ડોક્રાઇન કેમિક્લ્સની ઓળખ કરવામાં આવી છે, જે મહિલાઓના ગર્ભધારણની ક્ષમતાને અસર કરે છે. સાબુ બેઝિકલી તો  કિટાણુનાશક ગણાય છે, પરંતુ એન્ટીબેક્ટેરીયલ સોપ ગર્ભધારણની સંભાવનાને પણ ઓછી કરી શકે છે.

આ રીતના સાબુમાં ટ્રાઇક્લોસન નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે એન્ડોક્રાઈનને અસર કરીને સીધી તમારા હાર્મોન્સ પર અસર કરે છે અને રીપ્રોક્ટિવ સિસ્ટમમાં પણ દખલ કરે છે. સાબુ, શેમ્પુ અને કંડીશ્નરોનો ઉપયોગ થતાં પેરાબીનસ એક રીતના પ્રિઝર્વેટિવ છે, જે બેક્ટેરિયાને ફુલતાં રોકે છે, પરંતુ તેની વધારે માત્રા ગર્ભધારણની ક્ષમતા પર અસર નાંખી શકે છે, કારણકે જ્યારે હાર્મોન્સનું સંતુલન બગડવા લાગે છે, તો તેના કારણે સ્વસ્થ અંડાણુ અને સ્વસ્થ શુક્રાણુઓની બનવાની સંભાવના પણ ઓછી થઇ જાય છે.

ઉપરાંત જો મહિલાઓ નિયમિત અંતરાલ પર નેઇલ પોલિશ લગાવે છે, તેના માટે પણ નેઇલ પોલિશમાં રહેલાં કેમિકલ્સ ચિંતાનો વિષય છે. નેઇલ પોલિશમાં એવા કેમિકલ્સનું મિશ્રણ હોય છે, જે ગર્ભ પર અસર નાંખવા અને ગર્ભધારણની ક્ષમતા પર અસર નાંખવા માટે જાણીતાં છે. કેટલીક રીતના ઓર્ગેનિક કંપાઉન્ડથી બનેલ આ કેમિકલ મહિલા અને પુરુષ, બંન્નેની પ્રજનન ક્ષમતા પર અસર નાંખી શકે છે.

પોલિશ રીમૂવર્સમાં ટોક્સિક કેમિકલ્સ હોય છે, જેમાં એસીટોન, મિથાઇલ મેથાક્રાઇલેટસ, ટોલ્યુઈન, ઇથાઇલ એસિટેટ વગેરે સામેલ હોય છે. ટોલ્યુઇન ખાસ કરીને ઉપયોગ કરવામાં આવતું એક સોલ્વન્ટ છે, જેનાથી નેઈલ્સ પર ગ્લોસી ફિનિશ આવે છે, પરંતુ આ સીએનએસ અને રીપ્રોડક્ટિવ સિસ્ટમને પણ નુક્શાન પહોંચાડે છે.

ઉપરાંત ફ્લાઇટ્સ પણ એક એવું કેમિકલ છે, જે ખાસ કરીને બધી રીતના સૌંદર્ય પ્રસાધનમાં જોવામાં આવે છે અને જે હોર્મોન લેવલને ડિસ્ટર્બ કરે છે, પ્રજનન ક્ષમતાને અસર કરે છે અને ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના સ્તનમાં મૌજૂદ દૂધમાં પણ મળી જાય છે. નેઈલ પોલિશમાં મળેલ કેમિકલ ટીપીએચપી (ટ્રાઇફ્નિાઇલ ફેસ્ફ્ટ) પણ તરત ડીપીએચપી (ડાઇફ્નિાઇલ ફોસ્ફ્ટ)થી મેટાબોલાઇજ્ડ થઇને મહિલાઓમાં પ્રજનન ક્ષમતાથી જોડાયેલ જોખમ અને સમસ્યાઓને ગંભીર સ્તર સુધી વધારી શકે છે.

આ કેમિકલ્સના સંપર્કમાં આવવાથી ગર્ભપાતનો ખતરો તો વધે છે, સાથે જ આ ગર્ભમાં રહેલ બાળકને પણ શારીરિક અને માનસિક રુપથી અસર કરી શકે છે અને જન્મ સમયે બાળકને શારીરિક અથવા માનસિક ડિફેક્ટ થવાની સંભાવની વધી જાય છે. તેના કારણે ગર્ભપાત, પ્રિમેચ્યોર બર્થ, જન્મના સમયે બાળકનું વજન ખૂબ જ ઓછું હોવું, બાળકને સુવામાં તકલીફ હોવી અને બાળકના વર્તનમાં તકલીફ ઉપરાંત બાળકના બ્રેઈન, કિડની અને નર્વસ સિસ્ટમમાં ડેમેજ થવાનો ખતરો પણ બની રહે છે.

એટલા માટે આપણે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કર્યા પહેલાં સેફ્ટીના મુદ્દા પર એક વાર વિચાર કરી લેવો જોઇએ. કોસ્મેટિક્સના જરુરીયાતથી વધારે ઉપયોગ પ્રેગનેન્સી માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે, કારણકે રીપ્રોડક્ટિવ સિસ્ટમ પર તેની ગંભીર અસરના કારણે ગર્ભધારણ કરવાની સંભાવના ખૂબ જ ઝડપથી ઘટી જાય છે.

પરંતુ એવામાં ગર્ભધારણ કરવા માટે આઇવીએફ ટ્રીટમેન્ટ મદદગાર સાબિત થાય છે, પરંતુ તો પણ સલાહ એ જ આપવામાં આવે છે કે આ રીતના ઘાતક કેમિકલ્સથી બનેલ સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ ઓછામાં ઓછો કરવામાં આવે. અને જો ગર્ભધારણ થઇ ગયું હોય, તો પણ તેનો ઉપયોગ ઓછામાં ઓછો કરો કારણકે તેના ઉપયોગને કારણે માત્ર ગર્ભપાત થવાની સંભાવના બની રહેતી નથી પરંતુ જન્મ લેતાં બાળકમાં પણ કેટલીક કમીઓ સામે આવી શકે છે.

ફિટનેસ

  • ડૉ. અંકિતા ખંડેલવાલ, આઇવીએફ એક્સપર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન