The grill should never touch the wall, know what Vastushastra says
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Astro
 • ગ્રીલ કદી દીવાલને અડવી ન જોઈએ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

ગ્રીલ કદી દીવાલને અડવી ન જોઈએ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

 | 1:20 pm IST
 • Share

વાસ્તુશાસ્ત્ર

 • જ્યારે પણ ફર્શની ડિઝાઈન કરો તો નીચેનાં તથ્યોને ધ્યાનમાં રાખવાં
 • વાસ્તુસંમત ભોંયતળિયું અને છતની ડિઝાઈન
 • ફર્શમાં કાળો, લાલ, ભૂરો, પારજાંબલી અને લીલા રંગનો પ્રયોગ ન કરવો.
 • જો પથ્થર લગાવી (જડાવી) રહ્યા હોવ તો કાળા પથ્થરનો ઉપયોગ ન કરો.
 • જો ફર્શ પર પાથરવામાં આવનારો ગાલીચો અથવા કોઈ પ્રકારના કવરમાં ડિઝાઈન હોય તો એની ચારે તરફ બોર્ડર હોવી જોઈએ.
 • વિકૃત, ભયાનક, દેવી-દેવતા, પૂજનીય વ્યક્તિઓ, સૂત્રો, શ્લોકો વગેરેને ફર્શની ડિઝાઈનમાં અંકિત ન કરવા. એમ કરવાથી ભયાનક નુકસાન થશે.
 • કપાયેલી, જૂની, ઉખડી ગયેલા રંગની અને અવ્યવસ્થિત ડિઝાઈનવાળી વસ્તુઓ ફર્શમાં લગાવવી નહીં.
 • ફર્શની અને દીવાલોની ડિઝાઈનમાં સમાનતા રાખવી.
 • ફર્શની મધ્યમાં ગોળ ડિઝાઈનમાં નીચેના ચિત્ર પ્રમાણે ફર્શ પર અન્ય વસ્તુઓ લગાવવાના સમયે એને એ રીતે બનાવવી કે આજુબાજુના ગોળાકાર, વર્ગાકાર, ચોરસ, વગેરેની જગ્યા બચે.
 • ફર્શની ડિઝાઈન એક રાખો પરંતુ દરેક ઓરડો, કેબિન કે અલગઅલગ સ્થાનને એકમ માની ડિઝાઈન કરો.
 • જે ડિઝાઈન જોતાં મનમાં મૂંઝવણ-તણાવનો અનુભવ થતો હોય એવી ડિઝાઈનનો ઉપયોગ ટાળવો.

દીવાલ  

 • દીવાલના રંગોમાં કાળો, લાલ, ભૂરો, જાંબલી, લીલો, આસમાની રંગનો ઉપયોગ ન કરવો. એનાથી ઓરડામાં મનોમન બેચેની અને ઉચાટનો અનુભવ થશે.
 • દીવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ ચિત્રિત ન કરવી, ન તો કોઈ મહાપુરુષો અથવા શાસ્ત્રોના શ્લોક લખવા. વિકૃત, ભયાનક, જંગલી વગેરે ભાવો વ્યક્ત કરતાં ચિત્રો પણ ન લગાવવાં. દીવાલ જો ડિઝાઈન વગરના રંગોની હશે તો ઘણી શ્રેષ્ઠ રહેશે.
 • દીવાલના ખૂણાઓને, જો કોઈ દીવાલની પર કોઈ ડિઝાઈન લગાવાઈ રહી હોય તો એ ડિઝાઈનના ક્રમને સીધો કાપતો હોવો જોઈએ અને ખૂણાને પાતળી રેખા દ્વારા અથવા મોટા ચિહ્ન દ્વારા અલગ કરવી જોઈએ. પ્લેન રંગોમાં આમ કરવું જરૂરી નથી.

છત  

 • છતમાં પણ કાળો, ભૂરો, લાલ, જાંબલી, સિંદૂરી અને અગ્નિનો રંગ કરવો નહીં. ગુલાબી અથવા જેમાં કાળો, લાલ, ગાઢો ભૂરો રંગ મિશ્રણ કરેલ હોય તો એ ન લગાવવો. ચૂનામાં ભેળવેલ હળવો ભૂરો કે ગળીવાળો સફેદ રંગ ર્વિજત નથી, પરંતુ ભૂરો રંગ નજરમાં ન આવવો જોઈએ.
 • રંગવ્યવસ્થા ડિઝાઈનના આકાર વગેરેમાં છતની ડિઝાઈન ફર્શથી હળવી રાખો.
 • મધ્ય ભાગને સ્પષ્ટ કરો (ફર્શની જેમ જ)
 • જો ઓરડો મોટો હોય તો વચમાં પ્રકાશનું ઉપકરણ અને બંને તરફ મધ્યમાં બે પંખાનું સ્થાન નિર્ધારિત કરવું.
 • છતમાં પણ દેવી-દેવતા, શ્લોક, મહાપુરુષોનાં ચિત્રો વગેરેને અંકિત કરવાં નહીં. વિકૃત-કપાયેલાં, ફાટેલાં, ભયાનક, હાસ્યાસ્પદ ચિત્રો કે ડિઝાઈનોને છતમાં ન લગાવવાં. આવી ડિઝાઈનોનો પ્રયોગ કરવાની વાસ્તુશાસ્ત્રમાં મનાઈ છે.
 • ફર્શની જેમ છતમાં પણ પ્રત્યેક ઓરડો કે કેબિનને અલગ માની ડિઝાઈન કરવી અને એ તમામ નિયમોનું પાલન કરવું જે ફર્શમાં નિર્દેશ થયેલા છે. યોગ્ય તો એ રહેશે કે છત અને ફર્શને પ્લેન (ડિઝાઈન વગર) રંગોમાં સજાવવી. એમાં મધ્ય સ્પષ્ટ કરવું જરૂરી નથી, પરંતુ પંખાનું સ્થાન એકદમ મધ્યમાં રાખવું.
 • નાના ઓરડામાં પંખા વચ્ચે ને ચારે તરફ કે બંને તરફ પ્રકાશની વ્યવસ્થા કરવી.

બારીઓ  

 • આજકાલ બારીઓમાં ગ્રીલ લગાવવાની વ્યવસ્થા છે છતાં પણ ગ્રીલ લગાવતા સમયે આ વાતો ધ્યાનમાં રાખવી.
 • વિકૃત કે અવ્યવસ્થિત ડિઝાઈનવાળી ગ્રીલ કદી ન લગાવવી.
 • લગાવવામાં આવનારી ગ્રીલ એવી હોય જેમાં કિનારા પર ડિઝાઈનની વ્યવસ્થામાં સમાનતા હોય અને એ અવ્યવસ્થિત તથા આડીઅવળી ન લાગે.
 • ગ્રીલને લાકડા પર લગાવવી. દીવાલોમાં સીધી ન લગાવવી. યાદ રહે કે લાકડાનો ઉપયોગ એવી રીતે કરવો કે ગ્રીલના લોખંડનો સંપર્ક દીવાલોથી ન થાય. ગ્રીલનું લોખંડ જાડું હોવું જોઈએ અર્થાત્ વધારે વજનવાળી ગ્રીલ લેવી.
 • એને રંગ કરાવતા સમયે દીવાલનો રંગ અથવા ડિઝાઈન યાદ રાખો. એની પર કાળો, ભૂરો, લાલ, ગુલાબી, લીલો, અગ્નિનો રંગ ન લગાવવો.
 • ફ્રેમ મજબૂત લાકડામાંથી બનાવવી. કાચ આંખોને ગમતા અપારદર્શી લગાવવા.
 • આજકાલ કાચના દરવાજાવાળી વગર ગ્રીલની બારીઓ લગાવવામાં આવે છે. એમાં કોઈ વાસ્તુદોષ નથી. સુરક્ષાની દૃષ્ટિએ ક્ષતિકારક છે.

રસોઈઘર-રસોડું  

 • રસોડામાં પણ કાળો, લાલ, ભૂરો, રાખોડી રંગ ન વાપરો. એટલું જ નહીં જળના રંગ, લીલો, ધુમાડાનો રંગ ન કરવો.
 • સિંક ઈશાનમાં, ગેસ બર્નર અગ્નિમાં અને અલમારી તથા ભારે સામાન નૈઋત્યમાં રાખવો.
 • રસોડાના પ્લેટફોર્મ માટે મોટો પથ્થર લગાવવો કે સિમેન્ટથી પ્લેટફોર્મ બનાવવું. એને ચૂનો કરવો નહીં, પરંતુ તેને સિમેન્ટનું પ્લાસ્ટર કરવું.
 • રસોડાની બારીઓના પડદા હંમેશાં બહારની તરફ હોય છે.
 • ડિઝાઈન સંબંધી ઉપયુક્ત વિવરણોમાં આપેલી તમામ વર્જના (બંધિત બાબતો) પણ અહીં જ છે. અહીં આગ જેવો રંગ વાપરી શકાય છે.

હવાબારી-પ્રકાશ બારી

 • મોટા ભાગના લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરીને ભવન બનાવે છે. કરોડો રૂપિયાના મૂલ્યનાં બહુમાળી મકાનો બની રહ્યાં છે, પરંતુ જાણીને નવાઈ લાગશે કે એમાં મોટાભાગનામાં પ્રકાશની અવરજવર માટે જાળિયું નથી હોતું. ક્યાંક હોય છે તો મુખ્ય બારણા પર હોય છે, ઓરડાઓમાં નહીં.
 • જ્યાં રોશનદાન ન હોય એ સ્થાન માટે શું કહેવું? વગર વિલંબે રોશનદાન બનાવવું જોઈએ. એના વગર શક્ય છે કે જીવનચક્ર બગડી શકે.
 • જ્યાં આવું જાળિયું બનાવેલું હોય ત્યાં અપારદર્શી કાચ લગાવો. ફ્રેમ એવી બનાવો જે ખોલીને બંધ કરી શકાય.
 • એની ગ્રીલ પણ જાડી અને એ જ ડિઝાઈનવાળી બનાવવી, જે બારીઓ પર લાગેલી છે. રંગ પણ એ જ વાપરવો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન