The Growing Population of Muslims in The Netherlands is a Matter of Concern?
  • Home
  • Featured
  • નેધરલેન્ડસમાં મુસલમાનોની વધતી સંખ્યા ચિંતાનો વિષય ?

નેધરલેન્ડસમાં મુસલમાનોની વધતી સંખ્યા ચિંતાનો વિષય ?

 | 11:41 pm IST

પોપ ફ્રાન્સિસ પહેલા એવા પોપ છે જેમણે કોઈ અખાતી દેશનો પ્રવાસ કર્યો છે. સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ કરી તેમણે ઇસ્લામ અને ઇઝરાયેલની વચ્ચે પુલ બનવાનો વધુ એક પ્રયાસ કર્યો છે. જ્યારથી પોપ ફ્રાન્સિસે કેથોલિક ચર્ચનું પ્રમુખપદ સંભાળ્યું છે ત્યારથી તે વિભિન્ન ધર્મોની વચ્ચે સંવાદ પર ભાર મૂકી રહ્યા છે. મુસ્લિમ-દુનિયાની સાથે તેમના પહેલાંના પોપોના સંબંધોનો ઇતિહાસ સારો રહ્યો નથી, તેમાં ઘણી ગૂંચ રહેતી આવી છે, પરંતુ મૂળ રૂપથી લેટિન અમેરિકી દેશ આર્જેન્ટિનાથી સંબંધ રાખતા પોપો ફ્રાન્સિસ આ મામલે અલગ છે. તેઓ ધાર્મિક ખાઈને પૂરવાનું કામ કરતા રહ્યા છે.

રોમમાં પોટિફિકલ ઇન્સ્ટિટયૂટ ઓફ અરબ એન્ડ ઇસ્લામિક સ્ટડીઝમાં ઇસ્લામી-ખ્રિસ્તી સંબંધનું શિક્ષણ આપતા વોલેન્ટીનો કોતોની કહે છે કે પોપ ફ્રાન્સિસ પોતાના પૂર્વવર્તી પોપ બેનેડિક્ટ 16માંથી અલગ છે, કેમ કે તેઓ ધાર્મિક બારીકીઓથી વધુ મહત્વ એકબીજા સાથે મળવા-મૂકવાને આપે છે. તેમની ઇચ્છાથી પોપનું પદ છોડનારા જર્મનીના બેનેડિક્ટ 16માં એક ધર્મશાસ્ત્રી છે.

તેઓ પણ ઇસ્લામ પર ઘણું બોલતા હતા. તેમણે એ વિષય પર 188 ભાષણ આપ્યાં હતાં પરંતુ એક વખત તેમણે 15મી સદીના બિજાટિન સમ્રાટની કહેલી વાતોને ટાંકી હતી, જેમણે પયગંબર મોહંમદની સાથે આવતી બુરાઈ અને અમાનવીય ચીજોની વાત કરી હતી. એ કારણે મુસ્લિમ સમુદાય સાથે તેમના સંબંધ ઘણા વર્ષ ખરાબ રહ્યા હતા.

પોપ ફ્રાન્સિસ કુરાનનું વિશ્લેષણ કરવાથી દૂર રહ્યા છે. તેઓ સતત શરણાર્થીઓનું સ્વાગત કરવાની વકીલાત કરતા રહ્યા છે, જેમાંથી મોટાભાગના મુસલમાન છે, તેથી મુસ્લિમ સમુદાયમાં પોપને ઘણું સમર્થન મળ્યું છે. એક વખત તેઓ ગ્રીક દ્વીપ લેસબોસથી ત્રણ મુસ્લિમ પરિવારોને પોતાનાં ખાનગી વિમાનમાં લઈ આવ્યા હતા. 2050 સુધી નેધરલેન્ડસમાં મુસલમાનોની સંખ્યા બમણી થઈ શકે છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ ફાન ક્લાવેરેને ગયા વર્ષે 26 ઓક્ટોબરે ઇસ્લામ અપનાવી લીધો, પોતાનું પુસ્તક બહાર પડે તે પહેલાં. એક રૂઢિવાદી પ્રોટેસ્ટેન્ટ ઈસાઈ માહોલમાં ઉછરેલા ફાન ક્લાવેરેન પોતાનાં ધર્માંતરણ અંગે કહે છે કે, મને લાંબા સમયથી તેની શોધ હતી. તેમણે ડચ અખબારોને જણાવ્યું કે એ મારા માટે ધાર્મિક રીતે તો ઘરવાપસી જેવું છે. પત્રકારોએ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, તેમના ધર્મપરિવર્તન અંગે તેમની પત્નીને કોઈ વાંધો નથી.

તેમણે કહ્યું કે મારી પત્નીએ વાતને સ્વીકારે છે કે તે એક મુસલમાન છે. તેણે કહ્યું કે જો તમે ખુશ હો તો હું તમને રોકીશ નહીં. નેધરલેન્ડ્સની 1.7 કરોડની વસતીમાં લગભગ 5 ટકા મુસલમાન છે. ડચ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ બ્યૂરોના મતે તેમની સંખ્યા 8.5 લાખ છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે નેધરલેન્ડ્સમાં 2050 સુધી મુસલમાનોની સંખ્યા બમણી થઈ શકે છે, તેનો અર્થ એ કે વિલ્ડર્સના વાંધા છતાં નેધરલેન્ડસમાં ઇસ્લામ ફેલાઈ રહ્યો છે.

ફાન ક્લોવેરેને કહ્યું હતું કે, ઇસ્લામ એક જૂઠ છે અને કુરાન ઝેર. તે ડચ સંસદનાં નીચલાં ગૃહમાં વર્ષોથી ઇસ્લામની વિરુદ્ધ ઝંડો ફરકાવતા રહ્યા છે. અલ્ગેમીન ડાગબ્લાડ અખબારનું કહેવું છે કે તે દક્ષિણપંથી સાંસદ નેધરલેન્ડસમાં બુરખા અને મિનારો પર પ્રતિબંધ લગાવવાની તરફેણ કરતા હતા, કેમ કે તેમનું કહેવું હતું કે, અમે નેધરલેન્ડ્સમાં કોઈ ઇસ્લામ નથી ઇચ્છતા અને હોય તો પણ ઓછામાં ઓછો. પરંતુ એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, જો તમે વિશ્વાસ કરો કે ભગવાન ફક્ત એક છે અને મોહંમદ એક પયગંબર હતા, જેવા ઈસા મસીહ અને મોજે, તો પણ તમે ઔપચારિક રીતે તો મુસલમાન જ છો.

દુનિયા યુદ્ધ વેઠી રહી છે પરંતુ તેનું કારણ ધર્મ નથી. તેમણે કહ્યું કે જ્યારે હું યુદ્ધની વાત કરું છું તો હું હિતો, ધર્મ અને સંસાધનો માટે છેડાયેલાં યુદ્ધની વાત કરું છું, ધર્મ અંગેનાં યુદ્ધની નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન