The guarantee on the amount deposited in the bank has been increased from one lakh to 5 lakh
  • Home
  • Budget
  • બજેટ 2020માં મોટી જાહેરાત, બેંક ડૂબી જશે તો પણ 5 લાખ રૂપિયા તો મળશે જ

બજેટ 2020માં મોટી જાહેરાત, બેંક ડૂબી જશે તો પણ 5 લાખ રૂપિયા તો મળશે જ

 | 1:38 pm IST

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2020માં બેંકમાં જમા રકમ પર ગેરંટીને એક લાખથી વધારીને 5 લાખ કરી દીધી છે. અત્યાર સુધી બેંકમાં જમા રકમની ગેરંટી એક લાખ રૂપિયા હતી. એટલે કે બેંકોના ડૂબવા પર ભલે એકાઉન્ટમાં ગમે તેટલી રકમ હોય લોકોને હવે 5 લાખ રૂપિયા મળશે. ખરેખર ડીપોઝિટ ઇંન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કર્પોરેશન (ડીઆઈસીજી) બેંકોમાં જમા રકમની સુરક્ષાની ગેરંટી લે છે. આ રિઝર્વ બેંકનું એક સહાયક એકમ છે. જોકે બેંકમાં જમા કુલ રકમની સુરક્ષાની કોઇ ગેરંટી હોતી નથી.

હાલમાં આ નિયમ છે.

રિઝર્વ બેંકના નિયમો અનુસાર બેંકમાં ગ્રાહકને વધુમા વધુ એક લાખ રૂપિયા સુધીની ગેરંટી હોય છે જેની જવાબદારી ડીઆઇસીજીસી લે છે. બચત ખાતું, સધ્ધર ડિપોઝિટ (એફડી) અથવા ચાલુ ખાતામાં જમા રકમ પર આટલી જ ગેરંટી હોય છે. જેમા મૂળ રકમ સાથે વ્યાજ પણ સામેલ છે. ડીઆઇસીજીસી આ રકમની ગેરંટી લેવા માટે બેંકોના બદલામાં પ્રીમિયમને વસૂલે છે.

સંયુક્ત ખાતું પણ એક માનવામાં આવશે

નિયમો અંતગર્ગત એક જ બેંકમાં ગણા ખાતા છે તો એક લાખ રૂપિયા સુધીની જમા રકમ પર ગેરંટી હોય છે. સાથે જ સંયુક્ત ખાતાને પણ એક માનવામાં આવશે. આવામાં જો એક ખાતુ તમારા નામથી છે અને બીજૂ ખાતું સંયુક્ત રૂપે પતિ-પત્નીના નામ છે તો માત્ર એક ખાતામાં જમા વધુમાં વધુ એક લાખ રૂપિયાની રકમ પર જ ગેરંટી મળશે. જોકે સંયુક્ત ખાતાના નિયોમો એ છે કે, તેમા સૌથી પહેલા નામ જેનું હોય છે તેને મુખ્ય ખાતાધારક માનવામાં આવે છે. આવામાં એક જ બેંકમાં તમારા નામે એક બચત ખાતુ છે અને તે શાખામાં જ એક સંયુક્ત ખાતું છે જેમાં ખાતાધારકના નામમાં તમારૂ નામ બીજા અથવા ત્રીજા સ્થાન પર છે તો તે સ્થિતિમાં બંન્ને ખાતા એક-એક લાખ રૂપિયાની ગેરંટીમાં આવી જશે.

આવી રીતે ગેરંટીની તપાસ કરો

બેંકો માટે ડીઆઇસીજીસીથી ગેરંટી લેવી અનિવાર્ય છે અને બેંક તેને લેવાથી ઇન્કાર કરી શકે નહી. આ માટે બેંક છ મહિનાનાં આધાર પર ડીઆઇસીજીસીને પ્રીમિયમની ચૂકવણી કરે છે. જો સતત ત્રણ મહિના સુધી કોઇ બેંક ડીઆઇસીજીસીને પ્રીમિયમની ચૂકવણી કરતી નથી તો ડીઆઇસીજીસી પોતાની ગેરંટીવાળા લિસ્ટમાંછથી બેંકનું નામ હટાવી નાંખે છે. સાથે જ તેની જાણકારી સમાચાર પત્રોમાં પણ આપે છે.

અન્ય દેશોમાં શું છે સ્થિતિ

ભારત કરતા બીજા દેશોમાં બેંકોમાં જમા રકમ પર ગેરંટી 42 ગણી વધારે છે. બ્રિક્સ દેશોમાં સામેલ બ્રાઝીલમાં 42 લાખ રૂપિયા સુધી જમા રકમ પર ગેરંટી છે. ત્યાં જ રૂસમાં 12 લાખ રૂપિયા સુધીની ગેરંટી છે. ત્યાં જ પ્રતિ વ્યક્તિ આવકની દ્રષ્ટીએ જોઇએ તો ભારતમાં જમા રકમ પર ગેરંટી ખુબ જ ઓછી છે. ભારતમાં પ્રતિ વ્યક્તિ આવક કરતા બેંકોમાં જમા રકમ પર 0.7 ટકાજ ગેરંટીમાં છે. જ્યારે ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં આ ગેરંટી 3.7 ટકા જ છે. ત્યાં જ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં આ 4.4 ટકા છે. બ્રાઝીલમાં ગેરંટી આંકડો 7.4 ટકા છે. દુનિયાના કેટલાક અન્ય દેશોમાં આ માટે કોઇ સીમા નક્કી નથી.

આ વીડિયો પણ જુઓ : ડિજિટલ ઇન્ડિયા માટે શું છે ખાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન