The Gujarat-equipped, Army- NDRF-ready to face the severe Cyclone Vayu
  • Home
  • Gujarat
  • ભયાનક વાવાઝોડા ‘વાયુ’નો સામનો કરવા ગુજરાત સજ્જ, સેના-NDRF ખડેપગે

ભયાનક વાવાઝોડા ‘વાયુ’નો સામનો કરવા ગુજરાત સજ્જ, સેના-NDRF ખડેપગે

 | 10:32 pm IST

સૌરાષ્ટ્ર કચ્છ પર ઝળુબી રહેલુ વાયુ વાવાઝોડુ હવે વેરાવળથી 650 કિલોમીટર દુર છે અને કલાકના નવ કિમીની ગતીથી આગળ વધી રહ્યું છે. જે આવતા 12 કલાકમાં ભારે સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાય તેવી શકયતા છે. એવા સંજોગોમાં 12 થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચથી સાત ઈંચ વરસાદ ખાબકી જાય તેવી પણ શકયતા છે.

ભારતીય દક્ષિણ મહાસાગરમાં ઉદભવેલ હવાનું લો પ્રેસર ચક્રવાતમાં પરિવર્તિત થઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આવીને ખાનાખરાબી સર્જવાની આશંકાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ કલેક્ટર સહિતના ઓફિસરો અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ તેમજ મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સુચના આપી જેઓ રજા પર હોય તેઓની રજા તાત્કાલીક અસરથી કેન્સલ કરી દીધી છે.

એરફોર્સ, આર્મીની ત્રણેય પાંખ, નેવીના 500 તરવૈયા તૈયાર

સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, જુનાગઢ, દીવ જીલ્લાઓમાં પણ બચાવ કાર્યની કોઈ જરૂર પડે તો જામનગર એરફોર્સ તેમજ આર્મીની ત્રણેય પાંખના જવાનોની 7 ટીમો ઉપરાંત નેવીના 500 તરવૈયા જવાનો વગેરે તૈયાર હોવાનું તેમણે ઉમેર્યુ હતું. મ્યુ.કમિશનર સતીષ પટેલએ જણાવ્યું હતું કે, જામનગર શહેરને બે દિવસ સુધી પાણી સ્ટોરેજ કરવા માટે વધુ પાણીનો જથ્થો આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ સહાયની જરૂર પડશે તો જામનગર એરફોર્સથી હેલીકોપ્ટરો અને વાહનો મારફત ફુડપેકેટો કે અન્ય સામગ્રી પહોંચાડવા માટે જામનગરમાં 8 એન.જી.ઓ.સાથે તંત્રએ તાબડતોબ હજારો ફુડ પેકેટો બનાવવા અને મોકલવા તૈયારી રાખી છે.

પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવમાં 110 થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આશંકા વ્યકત કરી છે. આ સ્થતને અનુસરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કલેકટરો અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે સરકારી તંત્રને સાબદુ કરી દીધુ છે. આજે આખો દિવસ મીટીંગોનો દોર ચાલુ રહ્યો હતો તેમજ તમામ જિલ્લામાં કન્ટ્રોલ રૂમો શરૂ કરી દેવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ભયસૂચક 2 નંબરના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાત કપરી સ્થિતિને પહોંચી વળવા માટે સૌરાષ્ટર્ના તમામ જિલ્લાઓમાં એનડીઆરએફની ટૂકડીઓ આગોતરા તહેનાત કરી દેવામાં આવી છે. લોકોને આશરો આપી શકાય એ માટે શાળાના બિલ્ડીંગો ખાલી રહે એ માટે સૌરાષ્ટ્રની તમામ શાળા કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. તેમજ તમામ સરકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે.

પીજીવીસીએલ, એસટી, સહિતના વિભાગને સાબદા કરાયા છે. હાલ વેરાવળ દરિયાકાંઠા ના વેરાવળ સુત્રાપાડા , કોડીનાર, ઉનાના દરિયાકાંઠાના વિસ્તાર 51 ગામોમાં 768 જેટલા લોકોને સ્થળાંતર કરવા માટે કાર્યવાહી ચાલુ છે. આવતીકાલ સુધીમાં તમામને સલામત સ્થળાંતર થઇ જશે માંગરોળ તાલુકાના 10 અને માળિયા તાલુકાના 4 ગામોને એલર્ટ કરવા સુચના આપવામાં આવી છે. જેમાં ઓડાદા, શેરીયાદ, આયાણા, શાપુર, માંગરોળ, મુક્તુપુર, રહીજ, લોએજ, શીલ, સંગવાડા, દિવાસા, કાંતોલી, ચોરવાડ, જુજાપુર, ખંભાલીયા, અને વીસણવેલ ગામનો સમાવેશ થાય છે.

જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના ઝીંઝુડટ બેટશામ પર, કોઠારીયા, પાડાબેકર, માણામોરા, ભીમકટા, જામસર, ખીરી, બાલાચડી, જોડીયા, બાદનપર, જામનગર તાલુકાના ખીજડીયા, મુંગણી, ગાગવા, બેડ, વસઈ, ઢીંચડા, સચાણા, સરમત, દિગ્વિજયગ્રામ, ખારાબેરાજા, નવાનાગના, ગોરધનપર, સીંગચ, ઝાંખરમાં નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે.

જામનગરમાં શાળા પ્રવેશોત્સવ મોકુફઃ શાળા-કોલેજો બે દિવસ બંધ

વાવાઝોડાની ભીંતીથી જામનગર વહિવટી તંત્ર સજ્જ થયું છે. ત્યારે આગામી તા.13ના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સવ મોકુફ રાખવામાં આવ્યો છે. વાવાઝોડાના કારણે જામનગર જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા હવામાન ખાતાની આગાહીના કારણે જામનગર જીલ્લાની સરકારી અને ખાનગી શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય આગામી તા.12 અને 13ના રોજ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ જ રીતે ગુરૂવારે તા.13ના રોજ યોજાયેલા શાળા પ્રવેશોત્સવને પણ સમુદ્ર કાંઠાના અન્ય જીલ્લાની માફક જામનગર જીલ્લામાં મોકુફ રાખવામાં આવ્યો હોવાનું કલેકટર રવિશંકરએ જણાવ્યું હતું.

વેરાવળ

અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાયા બાદ સૌરાષ્ટ્રના બંદરકાંઠા હાઇએલર્ટ પર મુકાયા છે. ગીર સોમનાથ જીલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ કરવામાં આવ્યુ છે. બંદરે બે નંબરનું સિગ્નલ લગાડી દેવાયુ છે.ગીર સોમનાથ જીલ્લામાં બે એનડીઆરએફની ટીમ જેમાં એક વેરાવળ અને બીજી ઉના ખાતે મુકવામાં આવી છે. હાલ વેરાવળ દરિયાકાંઠા ના વેરાવળ સુત્રાપાડા , કોડીનાર, ઉનાના દરિયાકાંઠાના વિસ્તાર 51 ગામોમાં 768 જેટલા લોકોને સ્થળાંતર કરવા માટે કાર્યવાહી ચાલુ છે. આવતીકાલ સુધીમાં તમામને સલામત સ્થળાંતર થઇ જશે.

જૂનાગઢ

સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આગળ વધી રહેલ વાયુ વાવાઝોડાના કારણે જૂનાગઢ વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે. અહીના માંગરોળ અને માળિયા તાલુકાના 14 ગામને એલર્ટ કરીને સ્થળાંતર માટેનો સર્વે શરુ કરવામાં આવ્યો છે. આ અંગે આજે જિલ્લા કલેકટર સાથે અધિકારીઓની બેઠક યોજાઈ હતી. વાવાઝોડાની દહેશતના પગલે જૂનાગઢ કલેકટર ડો.સૌરભ પારધીએ વિડીયો કોન્ફ્રન્સ મારફતે સ્ટેટ ડીઝાસ્ટર સાથે બેઠક યોજી હતી. જેમાં જીલ્લાના તમામ અધિકારીઓ હાજર હતા. જેમાં અસરગ્રસ્ત ગણાતા માંગરોળ તાલુકાના 10 અને માળિયા તાલુકાના 4 ગામોને એલર્ટ કરવા સુચના આપવામાં આવી છે. જે ગામોમાં ઓડાદા, શેરીયાદ, આયાણા, શાપુર, માંગરોળ, મુક્તુપુર, રહીજ, લોએજ, શીલ, સંગવાડા, દિવાસા, કાંતોલી, ચોરવાડ, જુજાપુર, ખંભાલીયા, અને વીસણવેલ ગામનો સમાવેશ થાય છે.

મોરબી

મોરબી જીલ્લા કલેક્ટરે જણાવ્યુ હતુ કે, 12 જુનથી 24 કલાક માટે લોકોને સાવધ રહેવા સુચના અપાઈ રહી છે. જે પ્રમાણે વાયુ નામનું આ ચક્રવાતી વાવાઝોડુ કલાકના 100 કિલોમીટરની ગતિથી ત્રાટકી શકે છે. આથી આવા સમયે ઈલેકટ્રીકના થાંભલા કે ઈલેકટ્રીકની હેવી લાઈનો, વૃક્ષો, નાના-મોટા હોડીંગો, જર્જરીત મકાનો નીચે આશરો ન લેવો, બની શકે તો ઘરમાં જ રહેવુ, નદીમાં પટમાં અવર જવર ન કરવી તેમજ કોઈને રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિમાં મોરબી ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવો સ્થાનો જેવા કે કોમ્યુનીટી હોલ અને જ્ઞાતિ સમાજની વાડીઓ સહિત કુલ 53 આશ્રાય સ્થાનો પર વીજળીનો પુરવઠો જળવાઈ રહે એ માટે પી.જીલ્લાના 39 ગામો અને તેના 5953 નાગરીકો આ વાવાઝોડાના સંભવિત અસરકર્તાઓ હોઈ શકે છે. એમ માનીને 48 સ્કુલો અને 5 આશ્રાય.જી.વી.સી.એલ.સતર્ક છે. નવલખી પોર્ટ ખાતે સંભવિત પરિસ્થિતે પહોચી વળવા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. કુલ 160 માછીમારોની બોટ પરત બોલાવી લેવાઈ છે. 4000 માછીમારોને દરીયામાંથી પરત બોલાવી લેવાયા છે. રાજકોટ ખાતે બપોરે ૩ વાગ્યે એનડીઆરએફ આવશે.

ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ ટુ

મોરબી ફાયર વિભાગની ટીમ પણ સ્ટેન્ડ ટુ થઈ ગઈ છે. ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, વિનયભાઈ ભટ્ટ, ડી.ડી.જાડેજા સહિતનો 40નો સ્ટાફ ખડેપગે રહ્યો છે. ફાયર બ્રિગેડનો સ્ટાફ સંભવિત વાવાઝોડાની અસરને પહોચી વળવા રાહત અને બચાવની કામગીરી કરવા માટે બોટ, દોરડુ, રીંગ, જાકીટ હુફ સહિતના સાધનો સાથે સ્ટેન્ડ ટુ છે.

મોરબી જીલ્લામાં બે દિવસ શાળામાં રજા જાહેર કરાઈ

વાવાઝોડા અને અતિ ભારે વરસાદની આગાહીના પગલે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા મોરબીની પ્રાથમિક શાળામાં તેમજ મોરબી જીલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણાધિકારી સોલંકી દ્વારા માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળાઓમાં તા.12 અને 13 સલામતીના ભાગરૂપે રજા જાહેર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન