the-history-of-rolls-royce-in-10-interesting-facts which you don't know
  • Home
  • Featured
  • રસ્તા પરનો રાજા કહેવાતી Rolls-Royce કાર વિશે જાણો આ 10 રોચક વાતો

રસ્તા પરનો રાજા કહેવાતી Rolls-Royce કાર વિશે જાણો આ 10 રોચક વાતો

 | 7:14 pm IST

Rolls-Royceનું નામ સાંભળતા જ આંખો સામે એક લકઝરી કારનું દ્રશ્ય ઉભું થાય છે. બ્રિટનની મુખ્ય કાર નિર્માતા કંપની રોલ્સ રોયસનો ઇતિહાસ ઘણો જુનો છે. આ કંપનીએ દુનિયાભરમાં ઘણી લકઝરી કારોને લોન્ચ કરી છે. રોલ્સ રોયસની કારો જેટલી ભવ્ય છે તેટલો જ ભવ્ય તેમનો ઇતિહાસ પણ છે.

1. પહેલી કાર : રોલ્સ રોયસની સ્થાપના 1904માં ચાર્લ્સ રોલ્સ અને હેર્ની રોયસે કરી હતી. બંનેએ મળીને પહેલી કાર બનાવી તેને 10 HP નામ આપ્યું હતુ. આ કંપની હવે કાર સિવાય જેટના એન્જીન પણ બનાવે છે.

2, જર્મનીમાં જ બને છે ફેન્ટમ : દુનિયાભરમાં જેટલી પણ રોલ્સ રોયસ ફેન્ટમ જોવા મળે છે તે બધી જર્મનીમાં જ બને છે. જર્મનીના કારીગરો દ્વારા આમાં વાપરવામાં આવતા અંદાજે 200 એલ્યુમિનિયમ સેક્શન અને 300 એલોય પાર્ટસને વેલ્ડ કરવામાં આવે છે. એક ફેન્ટમ કાર બનાવવામાં 2 મહિનાનો સમય લાગે છે.

3, એક જ વ્યક્તિ કરે છે પેન્ટ : દુનિયા આખામાં જેટલી પણ રોલ્સ રોયસ કાર જોવા મળે છે તે બધા કોચ લાઇનની પેન્ટીંગ ફક્ત એક જ વ્યક્તિ કરે છે. માર્ક કોર્ટ્સ નામની આ વ્યક્તિ પર આ જવાબદારી હોય છે.

4, ઘણી કંપનીઓ મળીને કાર બનાવતી હતી : 1946 પહેલા રોલ્સ રોયસ કારોને ઘણી કંપનીઓ મળીને બનાવતી હતી. એ સમયમાં રોલ્સ રોયસ ફક્ત ચેસીસ અને એન્જીન તૈયાર કરતી હતી અને તેને પાર્ક યાર્ડમાં રાખતી હતી. બાદમાં બાર્કર, હૂપર્સ અને લંડનની અન્ય કંપનીઓ આ ચેસિસ પર બોડી કવર અને અન્ય પાર્ટ્સ લગાવતા હતા. રોલ્સ રોયસ દ્વારા પહેલી કાર સિલ્વર ડાઉન બનાવવામાં આવી હતી જેનું પ્રોડક્શન 1949થી લઇને 1955 સુધી કરવામાં આવ્યું હતુ.

5, રોલ્સ રોયસે ફૂંક્યું દેવાળું : 1971માં દિગ્ગજ કાર કંપની રોલ્સ રોયસે દેવાળું ફૂંક્યું હતુ. RB211 જેટ એન્જિનમાં કેટલીક સમસ્યાઓના કારણે કંપનીની આ હાલત થઇ ગઇ હતી. ત્યારબાદ 1973માં એક અલગ કંપનીના રૂપે મોટર કાર વ્યવસાયમાં કંપનીએ ઝંપલાવ્યું હતુ.

6, સ્પ્રીટ ઓફ એક્સટસી : તમે રોલ્સ રોયસના બોનેટ પર ઉડતી વ્યક્તિનો લોગો જોયો હશે તેને ‘સ્પીરીટ ઓફ એક્સટસી’ કહેવાય છે. આ લોગોને 1911માં મુકવામાં આવ્યો હતો. હાલમાં રીમોટ દ્વારા પણ આ લોગોને ગ્રીલની અંદર મુકી શકાય તેવી સગવડ આપવામાં આવે છે. એટલું જ નહીં દૂર્ઘટના સમયે લોગો ઓટોમેટીક અંદર જતો રહે છે. લોગોના સન્માનમાં કંપનીએ આ વ્યવસ્થા ઉભી કરી છે.

7, BMW અને ફોક્સવેગન વચ્ચે જંગ : આ બંને જર્મન કંપનીઓની નજર હંમેશા રોલ્સ રોયસ પર રહી છે. BMW અને ફોક્સવેગનને હંમેશા રોલ્સ રોયસ લેવામાં રસ રહ્યો છે. 1998માં BMWએ આ કંપની માટે 340 મિલિયન પાઉન્ડની બોલી લગાવી હતી. પરંતુ એ સમયે ફોક્સવેગને 430 મિલિયન પાઉન્ડની બોલી લગાવી તેને પાછળ કરી દીધી હતી. ત્યારબાદ BMWને રોલ્સ રોયસનું નામ અને લોગોનો અધિકાર મળ્યો જ્યારે ફોક્સવેગનને મસ્કટ અને ગ્રિલનો અધિકાર મળ્યો. 2003માં બંને કંપનીએ એક સમજુતી કરી બાદમાં BMWને સંપુર્ણ કાર બનાવવાની મંજૂરી મળી.

8, રોલ્સ રોયસ ફેન્ટમ : BMW દ્વારા પહેલી વખત 2003માં રોલ્સ રોયસ ફેન્ટમ બનાવવામાં આવી હતી. તેમાં 44,000થી વધારે પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ માટે જ તેનું સંપુર્ણ નિર્માણ જર્મનીમાં જ કરવામાં આવે છે.

9, આજે પણ છે રસ્તાની શાન : તમને જાણીને આશ્વર્ય થતું હશે કે રોલ્સ રોયસે જ્યારે કારનું નિર્માણ શરૂ કર્યું ત્યારથી લઇને આજ સુધી તેની 60 ટકા કારો આજે પણ રસ્તા પર દોડે છે. કોઇપણ કાર બનાવતી કંપની માટે આ ગૌરવની વાત કહેવાય. આ વાત સાબિત કરે છે કે રોલ્સ રોયસની કાર કેટલી શાનદાર અને મજબુત છે.

10, હેન્ડમેડ : દુનિયામાં જ્યાં એક તરફ આધુનિકતાનો પવન ફૂંકાયો છે અને કાર કંપનીઓમાં જ્યાં ટેકનોલોજી અને રોબોટનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે રોલ્સ રોયસ આજે પણ તેમના માણસો પર ભરોસો કરે છે. આજે પણ રોલ્સ રોયસના એન્જિનો માણસો દ્વારા હાથે બનાવવામાં આવે છે. આ સિવાય કારના અન્ય કેટલાક ભાગોને પણ હાથે બનાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન