The Hottest Decades are Arriving for Earth Soon
  • Home
  • Featured
  • આગામી દાયકો પૃથ્વી માટે સૌથી ગરમ સાબીત થશેઃ હવામાન વિભાગ

આગામી દાયકો પૃથ્વી માટે સૌથી ગરમ સાબીત થશેઃ હવામાન વિભાગ

 | 4:37 pm IST

વૈજ્ઞાનિકોનું માનવું છે કે 2014થી 2023 સુધીનો સમયગાળો 150 વર્ષમાં સૌથી વધુ ગરમ સાબીત થઇ શકે છે. તેમજ પૃથ્વીવા તાપમાને લઇને પણ અનુમાન લગાવતા વૈજ્ઞાનિકો જણાવે છે કે આગામી પાંચ વર્ષ માટે પૃથ્વીની સપાટીનું વૈશ્વિક તાપમાન ઔદ્યોગિકરણથી પહેલાનાં તાપમાન સ્તરથી એક ડિગ્રી સેલ્સિયસ ઊંચું રહીં શકે છે.

બ્રિટનના હવામાન વિભાગ દ્વારા ભેગા કરવામાં આવેલા આંકડાના આધારે આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમાં વર્ષ 2018 માટે અસ્થાયી આંકડાનું તાજેતરનું પ્રકાશન પણ સામેલ કરવામાં આવ્યું છે. વર્ષિક વૈશ્વિક સરેરાશ તાપમાનના રોકોર્ડ વર્ષ 1850ના સમયથી ઉપલબ્ધ છે.

બ્રિટનનના હવામાન વિભાગના ચીફ એમડ સ્કેફ આ વિશે જણાવે છે કે 2015 પ્રથમ વર્ષ હતું જ્યારે વૈશ્વિક વાર્ષિક સરેરાશ તાપમાન ઔદ્યોગીકીકરણથી અગાઉના તાપમાનના સ્તર કરતાં એક ડિગ્રી સેલ્સિયસ વધી ગયું હતું. ત્યાર પછીના ત્રણ વર્ષનું તાપમાન આ જ સ્તરની આસપાસ રહ્યું હતું.

વધુમાં સ્કેફે જણાવે છે કે વૈશ્વિક સરેરાશ તાપમાન અત્યારથી માંડીને 2023 વચ્ચે વધતા રહેવાના સંકેત છે, જે સંભવતઃ 2014ના આ દાયકાને 150 વર્ષના રેકોર્ડમાં સૌથી ગરમ દાયકો સાબીત કરી શકે છે.

જ્યારે વર્ષ 2018ને પણ વિશ્વમાં ‘ચોથું સૌથી ગરમ વર્ષ’ નોંધવામાં આવ્યું હતું. આ અગાઉ 2015, 2016 અને 2017, 169 વર્ષના રેકોર્ડમાં ત્રણ સૌથી વધુ ગરમ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જળવાયુ પરિવર્તનના પ્રભાવ માત્ર સપાટીના તાપમાન પુરતા જ મર્યાદિત નથી. જળવાયુ તંત્રનું ગરમ થવું, જળવાયુના અનેક સૂચકોમાં પણ જોવા મળે છે, જે જમીન, વાતાવરણ, મહાસાગર કે બરફાચ્છાદિત વિસ્તારોમાં જોવા મળી રહેલા વૈશ્વિક પરિવર્તનોની સાચી તસવીર રજૂ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન