ભરૂચ: પત્નીને ભરણપોષણ આપવાથી બચવા પતિએ કર્યું ન કરવાનું કામ - Sandesh
  • Home
  • Bhuj
  • ભરૂચ: પત્નીને ભરણપોષણ આપવાથી બચવા પતિએ કર્યું ન કરવાનું કામ

ભરૂચ: પત્નીને ભરણપોષણ આપવાથી બચવા પતિએ કર્યું ન કરવાનું કામ

 | 7:28 pm IST

ભરૃચ ન્યાયાલયમાં પત્નિને ભરણપોષણન ચુકવવુ પડે કે પરત ન લઈ જવી પડે તે માટે પતિએ સમાધાન વેળા કોર્ટ રૃમના કઠેરામાં જ ઉભા રહીને જજની સામે જ ઝેરી દવા ગટગટાવી જતા ન્યાય સંકુલમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલીક ૧૦૮ બોલાવી જવાબદારીમાંથી છટકવા ઝેરના પારખા કરનાર સુરતમાં રહેતા પતિને સારવાર અર્થે ભરૃચ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં તેની હાલત સુધારા પર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

શહેરના ભીડભંજન ખાડી વિસ્તારમાં રહેતા નીતાબેન રતિલાલ મિસ્ત્રીના લગ્ન સુરત વ્રજભૂમી એપાર્ટમેન્ટ, ગીતાનગર ખાતે રહેતા કમલેશ ગોપાલભાઈ ગોંડલીયા સાથે થયા હતા. લગ્નના થોડાક વરસો બંન્નેનો ઘરસંસાર યોગ્ય રીતે ચાલ્યો હતો જો કે તે બાદ સાસરિયાઓએ શારિરીક અને માનસિક ત્રાસ આપવાનું શરૃ કરી દેતા નીતાબેન ભરૃચ પોતાના પિયરમાં ત્રાસથી કંટાળી આવી ગયા હતા. છેલ્લા બે વર્ષથી હીરાઘસુ પતિ કમલેશ નીતાબેનને પિયરથી સાસરે તેડી ન જતા આખરે પત્નિએ ન્યાય માટે ભરૃચની કોર્ટમાં ૪૯૮ મુજબનો ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો.

ભરણપોષણનો આ કેસ ભરૃચ ન્યાયાલયમાં ૫૨ નંબરની કોર્ટમાં ન્યાયાધીશ એમ.એમ.અગ્રવાલની કોર્ટમાં ચાલી રહ્યો હતો દરમિયાન ગુરૃવારે જજે સમાધાનની પ્રોસેસમાં પત્નિને પરત લઈ જવા માટે પતિને કહેતા કમલેશે પોતાની પત્નીને પરત ન લઈ જવી હોય તેમજ ભરણપોષણ પણ ન ચુકવવુ પડે તે માટે ચાલુ કોર્ટમાં જજની નજર સમક્ષ જ પોતાના ખિસ્સામાંથી ઝેરી દવાની બોટલ કાઢી ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિએ ભરેલા પગલાથી ચાલુ કોર્ટમાં તેમજ ન્યાયાલયમાં સન્નાટો છવાઈ જવા સાથે ભાગદોડ મચી ગઈ હતી. તાત્કાલીક ૧૦૮ બોલાવી કમલેશને ભરૃચ સીવીલ હોસ્પીટલ ખસેડાયો હતો જયાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત સુધારા પર હોવાની માહિતી સીવીલ વર્તુળમાંથી સાંપડી રહી છે. કમલેશે માંકડ મારવાની દવા પીધી હોવાનુ બહાર આવ્યુ છે. ફરીયાદીના વકીલના જણાવ્યા મુજબ કોર્ટમાં પતિ-પત્નિ વચ્ચે સમાધાનની પ્રકિયા ચાલી રહી હતી જે દરમિયાન પતિ કમલેશે ઝેરી દવા ગટગટાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન