હારીજ: પતિએ પત્નીની બેરહેમીથી હત્યા કરી, બે પુત્રો નોધારા બન્યા - Sandesh
  • Home
  • Gujarat
  • હારીજ: પતિએ પત્નીની બેરહેમીથી હત્યા કરી, બે પુત્રો નોધારા બન્યા

હારીજ: પતિએ પત્નીની બેરહેમીથી હત્યા કરી, બે પુત્રો નોધારા બન્યા

 | 8:47 pm IST

હારીજ તાલુકાના સોઢવ ગોવના ગામની સીમમાં ગત રાત્રીના સુમારે એક દારૃ પીવાના આદતી પતીએ પત્ની દ્વારા દારૃ પિવા બાબતે રોજ બરોજ થતા ઝગડાનો અંત લાવવા દારૃ છોડવાના બદલે પત્નીનું ઢીમ ઢાળી દીધુ. સાંજના સુમારે બનેલ ઘટનાની પોલીસજે મોડી રાત્રે જાણ થતા મૃતકની લાસ હારીજ રેફરલ ખાતે લાવી પી.એમ. કરવામાં આવ્યું તથા મૃતકના ભાઈની ફરીયાદ આધારે આરોપી પતીની અટકાયત કરી પુછપરસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ઘટના સ્થળેથી પુરતા પુરાવા એકત્ર કરવા એફ.એસ.એલ ની ટીમે તપાસ હાથ ધરી હતી

ગત રોજ મોડી સાંજે હારીજ તાલુકાના ગોવના ગામની સીમના ખેતરોમાં ખેત મજુરી કરતા ઠાકોર દિલીપજી ઉર્ફે દિપકજી ફતાજી ઠાકોર મુળ રહે. ખાંભેલ તાલુકો બેચરાજી હાલ રહે હારીજ નજીક જીનીંગ ફેકટરીની ઓરડીમાં પતી પન્તી અને બાળકોના સુખી પરિવારમાં વારંવાર દારૃ દુશ્મન બનતો હતો. વારંવાર દારૃ પી જતા પતી પત્ની વચ્ચે ઝગડા થતા હતા. આથી પત્ની વચ્ચે થતા ઝગડાનું કારણ દારૃ બંધ કરવાના બદલે પોતાની પત્નીને જ આજીવન માટે બોલતી બંધ કરી દેવાના ઈરાદે પતીએ ખેતરમાં મોકો જોઈ માથામાં લાકડાનો ધોકો મારી મરણતોલ ઈજાઓ પહોંચાડી હતી. જેથી ઠાકોર વર્ષાબેન ને મોતને ઘાટ ઉતારી હત્યારો પતી પત્નીની લાસ ઘસેડી ઘટના સ્થળથી થોડે દુર કાંટાની ઝાડીમાં નાખી ભાગી છુટયો હતો. ત્યાર બાદ આ કરૃણ ઘટનાની જાણ મૃતકના ભાઈ ઠાકોર ગણપતજી નાથાજીને થતા તેમના સગા સબંધી સાથે હારીજ સરકારી હોસ્પીટલ ખાતે આવી મૃતક બહેનની લાસ જોઈ ભારે ખેદ સાથે બહેનના હત્યારા સગા બનેવી સામે બહેનની ઘાતકી હત્યાનો ગુન્હો નોધાવ્યો હતો. મૃતકના ભાઈની ફરીયાદના આધારે હારીજ પોલીસ દ્વારા મૃતકના પતિ દિલીપજી ઉર્ફે દીપકજી ઠાકોર વિરૃધ્ધ હત્યાનો ગુન્હો નોધી વઘુ તપાસ હાથ ધરી છે.

હત્યારો પતિઃ ઠાકોર દિલીપજી ઉર્ફે દિપકજી ઠાકોર
મારી પત્ની રોજ મારી સાથે ઝગડો કરતી હતી. મારી દારૃ પીવાની આદત તેને પસંદ નહોતી તેથી રોજ મનમા આવે તેવુ બોલતી અને દારૃ પીધેલી હાલતમાં મારી સાથે મારઝુડ કરતી હતી. આથી લાગ જોઈ માથમા ધોકો મારતા ત્યા ને ત્યા ઢળી પડી હતી. હુ ગભરાઈ જતા ત્યાથી ભાગી ગયો હતો. ત્યાર બાદ હારીજ આવી ફરી દારૃ પીધો હતો.

તપાસ અધિકારીઃ- પો.સ.ઈ. હારીજ, વી.વી. ત્રીવેદી
ગત રોજ મોડી રાત્રે માહીતી મળતા અમો તથા પોલીસ જવાનો સાથે રાત્રે ઘટના સ્થળે પ્રાથમીક તપાસ હાથ ધરતા ઠાકોર વર્ષાબેનના મોત પાછળ તેમના પતી ઠાકોર દિલીપજી ઉર્ફે દિલીપજીનો હાથ હોવાની પ્રાથમિક માહીતી મળતા તેને શોધ ખોળ કરી હારીજ પોલીસ મથકે લાવી ઘટના બાબતે વિગતે માહીતી માટે પુછપરછ હાથ ધરી છે.

મૃતક વર્ષાબેન ઠાકોરને બે પુત્રો હતા જે નોધારા બન્યા.
દારૃના દુષણે આખા પરિવારને વેર વિખેર કરી નાખ્યો પતિ પત્ની વચ્ચે ઝગડામાં બે પુત્રો આશીકજી તથા યુવરાજજી ની હાલત દયનિય બની પિતાએ માતાને મારી નાખી અને માની હત્યાના ગુન્હામાં પિતા જેલમાં જતા બન્ને પુત્રો નોધારા બન્યા. નાનો પુત્ર યુવરાજ ધો.૧ મા તથા આશીકજી ધો.૨ મા અભ્યાસ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન