The ICC has opened its old collection of match footage during the Covid-19 epidemic
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટ રસિયાઓ માટે મોટા સમાચાર, કોરોનાની મહામારી વચ્ચે ICCએ ખોલ્યો ખજાનો

ક્રિકેટ રસિયાઓ માટે મોટા સમાચાર, કોરોનાની મહામારી વચ્ચે ICCએ ખોલ્યો ખજાનો

 | 3:09 pm IST

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ કોવિડ-19 મહામારી વચ્ચે મેચની ફૂટેજનો પોતાનો જૂનો સંગ્રહ ખોલી નાંખ્યો છે. જેમા ભારતની વિશ્વ કપ જીતનાં અનમોલ પલ પણ સામેલ છે. આથી દર્શકો ઘરે બેઠા યાદગાર ક્રિકેટ મેચો, મુખ્ય અંશ અને આઇસીસી ફિલ્મોની મજા લઇ શકશે.

આઇસીસી એ પોતાના પ્રસારણ ભાગીદાર સાથે મળી 1975થી અત્યાર સુધી ટૂર્નામેન્ટોની મેચો ઉપલબ્ધ કરાવશે, જેમા મહિલા અને પુરૂષ વિશ્વ કપ, ટી-20 વિશ્વ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી સિવાય અંડર-19 વિશ્વ કપ પણ સામેલ છે.

આઇસીસીના મુખ્ય કાર્યકારી મનુ સાહનીએ કહ્યું,”રમતગમત ઉદ્યોગ તરીકે આપણે અભૂતપૂર્વ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, જેથી આવા સમયે પ્રશંસકો સાથે જોડાવું વધુ જરૂરી છે.” તેમણે વધુમાં કહ્યું,”દુનિયાભરમાં ક્યાંય પણ હાલમાં ક્રિકેટ યોજાઇ રહી નથી. આ માટે અમે અમારા પ્રસારણ ભાગીદાર સાથે મળી આર્કાઇવથી જૂની મેચ પ્રસારિત કરવાનો નિર્ણય કર્યો છે જેથી જૂની યાદોની ફરીથી જીવી શકાય.”

આ સિવાય આઇસીસીના ફેસબુક પેજ પર પણ ‘વોચ પાર્ટીઝ’માં જૂની મેચો દેખી શકાય છે. આઇસીસી સોશિયલ મીડિયા ચેનલ, આઇસીસી વેબસાઇટ અને મોબાઇલ એપ પર પણ આ લોકો જોડાઇ શકે છે.

આ વીડિયો પણ જુઓ : કોરોનાના ભયમાં હિજરતીનો હૃદયસ્પર્શી વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન