ટેસ્ટ ક્રિકેટ ખાતર ટી-20 લીગ પર લગામ ખેંચશે ICC - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ટેસ્ટ ક્રિકેટ ખાતર ટી-20 લીગ પર લગામ ખેંચશે ICC

ટેસ્ટ ક્રિકેટ ખાતર ટી-20 લીગ પર લગામ ખેંચશે ICC

 | 5:45 pm IST

વર્ષ ૨૦૦૮માં બીસીસીઆઈ દ્વારા શરૃ કરાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સફળતા બાદ આઈસીસીના ઘણા સભ્ય દેશોએ પોતાની ટી-૨૦ લીગ શરૃ કરી છે જેને પાંચ દિવસીય ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે ખતરો માનવામાં આવી રહ્યો છે. આઈસીસી હવે આ મુદ્દે ચિંતિત છે અને તેઓ તેના પર લગામ લગાવવાની યોજના બનાવી રહી છે.

આઈસીસી વિવિધ ટી-૨૦ અને ટી-૧૦ લીગ પર લગામ લગાવવા અંતર્ગત આગામી અઠવાડિયે યોજાનાર બેઠકમાં તેના ભવિષ્યના નિયમ અને સ્વીકૃતિ અંગે ચર્ચા કરશે. તાજેતરમાં આઈસીસી દ્વારા માન્યતા પ્રાપ્ત ટી-૧૦ લીગ છે જે ગત વર્ષે શારજાહમાં રમાઈ હતી.

આઈસીસીના ક્રિકેટ જનરલ મેનેજર જ્યોફ એર્લાડિસે કહ્યું કે, આ મુદ્દે ૨૦ ઓક્ટોબરે સિંગાપુરમાં યોજાનાર બોર્ડની બેઠકમાં ચર્ચા કરાશે. તેઓએ વધુમાં કહ્યું કે, લીગ માટે ખેલાડીઓને રિલીઝ કરવા અંગે પણ ચર્ચા થશે.