The idea of banning the PUBG game all the way from the central government to the High Court ...
  • Home
  • Technology
  • હાઈ કોર્ટ સામે કેન્દ્ર સરકારનું ફરમાન, પબજી ગેમને બધી રીતે બેન કરવાનો વિચાર તો…

હાઈ કોર્ટ સામે કેન્દ્ર સરકારનું ફરમાન, પબજી ગેમને બધી રીતે બેન કરવાનો વિચાર તો…

 | 5:07 pm IST

PUBG ગેમના કારણે સમગ્ર દેશમાં ઘણા મહીનાથી વિવાદ ચાલી રહ્યો છે. દેશભરના સંસ્થાનોની માંગ છે કે આ ગેમને બેન કરવી જોઈએ કેમકે આ ગેમના કારણે બાળકો અને યુવાઓ પર ખુબ ખરાબ પ્રભાવ જોવા મળે છે. બાળકો અને કિશોર અવસ્થાવાળા બાળકોની માનસિકતા પર ખરાબ અસર પડી રહી છે.

તે સિવાય દેશભરમાં અલગ-અલગ ભાગોથી એવા સમાચાર મળી રહ્યાં છે કે ગેમને ન રમી શકવાના કારણે કેટલાક બાળકો એટલા ભયાવહ થઈ ગયા કે આત્મહત્યા કરી લીધી, કોઈએ પોતાના ઘરમાં ચોરી કરી, કોઈએ રમતમાં મગ્ન હોવાથી પાણીની જગ્યાએ એસિડ પી લીધું. આ પ્રકારના દુખદ સમાચારો સમગ્ર દેશથી આવી રહ્યાં છે. આ કારણે આ ગેમને બેન કરવાની માંગ વધી રહી છે.

PUBGના ખરાબ પ્રભાવને જોતા કોર્ટે પણ આ મુદ્દે હસ્તક્ષેપ કર્યો, બોમ્બે હાઈકોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારને કહ્યું કે આ ગેમનો સરકાર રિવ્યૂ કરે અને જુએ કે આને પ્રોવાઈડ કરનારનાં પ્રોવાઈડરને ગાઈડલાઈન્સની જરૂર છે કે નથી.

એક સૂત્ર મુજબ હવે કેન્દ્ર સરકારે આ મુદ્દે જવાબ આપતા કહ્યું કે PUBG ગેમને સમગ્ર રીતે બેન કરવું ખુબ મુશ્કેલ છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ ગેમના ખરાબ પ્રભાવથી બચવા માટે માતા-પિતાની જાગૃકતા જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન