ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારાથી નરમ અર્થતંત્રને ભારે રાહત  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારાથી નરમ અર્થતંત્રને ભારે રાહત 

ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારાથી નરમ અર્થતંત્રને ભારે રાહત 

 | 2:00 am IST
  • Share

પાછલા ઘણા સમયથી ડગુમગુ સ્થિતિનો સામનો કરી રહેલાં દેશના અર્થતંત્રને ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારાથી મોટો આધાર મળી ગયો છે વાસ્તવમાં નરમ અર્થતંત્રને ભારે રાહત મળી છે. જુલાઈ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનના દરમાં ૧૧.૫ ટકાના જોરદાર ઉછાળો નોંધાયો છે. તેની સાથે દેશના વિદેશી ચલણની અનામતોમાં પણ ઉત્સાહજનક વૃદ્ધિ નોંધાઈ છે. પાછલા વર્ષે કોરોનાના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાદવાની ફરજ પડી હતી. તેની સૌથી મોટી વિપરીત અસર વેપાર ધંધા ઉપર પડી હતી. લગભગ બે મહિના સુધી ઔદ્યોગિક ઉત્પાદન સંપૂર્ણ ઠપ્પ રહ્યું હતું. તેનું પરિણામ એવું આવ્યું હતું કે, ઔદ્યોગિક વિકાસ દરમાં તીવ્ર ઘટાડો નોંધાયો અને સમગ્ર અર્થતંત્ર જ ગગડીને માઇનસ ૨૪ ટકા ઉપર પહોંચી ગયું હતું. વિવિધ કારણોસર તે પહેલાંના ગાળાથી ડગમગી રહેલાં અર્થતંત્રને આના કારણે મોટો આંચકો લાગ્યો હતો. અર્થશાસ્ત્રીઓ એવી પણ આશંકા વ્યક્ત કરતાં હતાં કે. હવે ભારતીય અર્થતંત્ર માટે ફરી બેઠા થવાનંુ અત્યંત મુશ્કેલ બનશે. ત્યારે સરકારે ઔદ્યોગિક ક્ષેત્રો માટે ગમા પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યા. ખાસ કરીને ગૃહ નિર્માણ વિગેરે ક્ષેત્રોમાં વર્ષોથી પ્રસરી રહેલી સુસ્તી તોડવા માટે ઘણા અવરોધોને હટાવવામાં આવ્યા હતાં. તેના પોઝિટિવ પરિણામો હવે જોવા મળી રહ્યા છે. ખાણઉદ્યોગ અને વીજળી ક્ષેત્રનું જે ઉત્પાદન નિરાશાજનક સ્તરે પહોંચી ગયું હતું તે હવે ઉત્સાહજનક રીતે વધી રહ્યું છે.

જો કે, સારા સમાચાર એ હતાં કે પાછલા ત્રણ મહિના દરમિયાન રિટેલ ફુગાવાનો દર છ ટકાની ઉપર જળવાઈ રહ્યો હતો તે હવે થોડો નીચે ઊતર્યો છે. ઉત્પાદનનો દર વધશે તો પછી મોંઘવારી આપોઆપ કાબૂમાં આવવાની અપેક્ષા રાખવામાં આવે છે. જો કે, બેન્ક દરોને લઈને તમામ સાવધાનીઓ અપનાવવામાં આવી હોવા છતાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માટે બજારમાં મૂડીનો પ્રવાહ વધારવો એક પડકાર બનેલો છે. પરંતુ તેને આશા છે કે, ધીરે ધીરે તેમાં પણ સુધારો આવતો રહેશે. નિષ્ણાતો તેને વિદેશી ચલણની અનામતોમાં વધારો થઈ રહ્યો છે તેની સાથે સાંકળીને જોઈ રહ્યા છે. તેમાં કોઈ શંકા નથી કે મુશ્કેલીના સમયમાં દેશમાં વિદેશી ચલણની અનામતો અર્થતંત્ર માટે મદદરૃપ થતી હોય છે. પરંતુ તેમાં વધારો પણ સવાલોના ઘેરામાંથી બહાર નથી. નિકાસની સ્થિતિ હાલમાં સૌથી નીચલા સ્તર ઉપર જળવાઈ રહી છે. પ્રત્યક્ષ વિદેશી રોકાણો પણ આશાજનક રીતે આર્કિષત થઈ રહ્યું નથી તેને પરિણામે વિદેશી ચલણની અનામતોના ટકાઉપણા અંગે આશંકા ઊભી થાય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત માર્કેટમાં મૂડીનો પ્રવાહ વધારવો અને અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરવા માટે સૌથી જરૃરી બાબત એ છે કે, દેશમાં વ્યક્તિગત આવક અને ખર્ચમાં વધારો થવો જોઈએ. આ દિશામાં હજુ સુધી સફળતા મળતી દેખાતી નથી. આવું ત્યારે જ થઈ શકે જ્યારે રોજગાર માટેના નવા અસર ઊભા થતા હોય. નોંધનીય છે કે, રોજગારના સૌથી વધારે તક માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોમાં ઊભી થાય છે. ભારે ઉદ્યોગોમાં ઉત્પાદનની તુલનામાં રોજગારની તકો ગણી ઓછી હોય છે.  કોરોનાકાળમાં લાખો લોકોની નોકરીઓ છીનવાઈ ગઈ હતી.

બહુરાષ્ટ્રીય કંપનીઓએ રિટેલ વ્યાપારમાં ઝડપી વૃદ્ધિ નોંધાવી, પણ તેની સામે સ્થાનિક રિટેલ માર્કેટ એકદમ સંકોચાઈ ગયંુ. જો કોરોનાની અસંગઠિત ક્ષેત્ર ઉપર પડેલી વિપરીત અસરનું મૂલ્યાંકન કરવામાં આવે તો અર્થતંત્ર માટે કોઈ સારી તસવીર નથી બનતી. જો કે, સરકાર આત્મનિર્ભરતા વધારવા ઉપર ભાર મૂકી રહી છે પરંતુ જે બહારની કંપનીઓ અહીં બિઝનેસ કરતી હતી તેઓ ભારતને છોડીને જઈ રહી છે, તે પણ કોઈ સારો સંકેત નથી. પાછલા બે વર્ષમાં લગભગ છ મોટી મોટર કંપનીઓ પોતાનો બિઝનેસ સમેટી ચૂકી છે. ઈંધણની કિંમતોમાં વધારાની અસર ઉદ્યોગ ધંધા ઉપર પડી રહી છે. મોંઘવારી ઉપર નિયંત્રણ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. તેથી ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારાથી ઉત્સાહિત થવાની સાથે પાયાની ખામીઓને સુધારવા ઉપર પણ વિચાર કરવો જરૃરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો